Abtak Media Google News

એક કહેવત છે કે જ્યાદા લાલચ બુરી બલા હૈ….હાલ લોકો પૈસા કોઈને દેવા કે લેવા માટે ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરે છે ત્યારે ગુજરાતમાં ટુંકા ગાળામાં ડીજીટલ પૈસા એટલે કે ક્રીપ્ટો કરન્સી ડબલની લાલચમાં યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા હતા. બનેવીના મિત્રએ ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે કહી બિલ્ડરે બાયનાન્સ ફ્યુચર ટ્રેડીંગમાં રોકાણ કર્યુ અને ઠગ લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી ગયો. ત્યારે સુરત પોલીસ દ્વારા તેની ધપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના સુરતની છે જ્યાં વરાછાના બિલ્ડરને ક્રીપ્ટોમાં રોકાણ  કરવું ભારે પડ્યું હતું. બિલ્ડરને ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ થકી ટુંકા ગાળામાં રોકાણ ડબલ કરી આપશુંની લાલચ આપતા બિલ્ડર કાઢું પૈસાની લાલસામાં ફસાયા હતા. બાયનાન્સ ફ્યુચર ટ્રેડીંગમાં બે તબક્કામાં રૂ. 35 લાખ રોકાણ કરાવી રાતોરાત છુમંતર થઈ જનાર ભેજાબાજ વિરૂધ્ધ વરાછા પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

પોતે સોફ્ટવેર એન્જિનિયર પરંતુ ક્રીપ્ટો કરન્સીમાં ટ્રેડીંગ કરે છે એમ કહી ફસાવ્યો

છેતરપીંડીનો ભોગ બનનાર ગૌરવ સલાર વરાછા-ઉમરવાડાના સુરભી એપાર્ટમેન્ટમાં રહે છે તેમની ઉ.વ. 26 વર્ષ  છે. બનેવી સૌરવ પરમાર હસ્તક નીશીથ કિરીટ જેઠવા જે નારાયણ એપાર્ટમેન્ટમાં રહે છે તેમના સાથે મિત્રતા થઈ હતી. પોતે સોફ્ટવેર એન્જિનિયર છે પરંતુ ક્રીપ્ટો કરન્સીમાં ટ્રેડીંગ કરે છે એમ કહી રોકાણ કરવા માટે ઉછીના રૂ. 1.72 લાખ લીધા હતા અને તે પરત પણ કરી દીધા હતા. ત્યારબાદ ગૌરવને પૈસા ડબલ કરવાની લાલચ આપીને ૧૫ લાખ લઈને નોટરી મારફત લખાણ પણ કરાવ્યું હતું.

થોડા સમય બાદ પૈસા માંગતા વધુ એક વાર ગૌરવને ડબલ પૈસાની લાલચ આપી

રોકાણ કર્યુ છે તે અંગેની પૂછપરછ કરતા નીશીથે બાયનાન્સ ફ્યુચર ટ્રેડીંગમાં રોકાણ કર્યુ છે. ગૌરવે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવા આપેલા રૂ. 15 લાખ નીશીથને પોતાના આઇડીમાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું. પરંતુ નીશીથે હાલમાં ભાવ ડાઉન છે એટલે તમે બીજુ રોકાણ કરો એમ કરીને વધુ 20 લાખ પડાવ્યા અને કહ્યુ કે  અને ભાવ વધશે એટલે વેચાણ કરી સારો નફો મેળવીશું આવા વાયદાઓ કરીને ભાગી ગયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેને મહારાષ્ટ્રના પુણેમાંથી 24 વર્ષીય આરોપીની શહેર સ્થિત બિલ્ડરને રૂ. 35 લાખની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.