Abtak Media Google News

રામેશ્રવર બેકર્સમાંથી 8 કિલો વાસી જથ્થો ઝડપાયો

કૌશર બેકરી, પ્રતિક બેકરી, મધુર બેકરી, મારૂતિ બેકરી, રાજકોટ બેકરી, ઇઝ્ઝી બેકરીને કેકમાં યુઝ બાય ડેટ દર્શાવવા સુચના અપાઇ

ત્રણ સ્થળેએથી અમુલ ઘી, ગોપાલ ઘી અને બેરી ચીઝ કેકના નમુના લેવાયા

ક્રિસમસના તહેવારોમાં કેક – પેસ્ટ્રી, ઠંડા-પીણાં વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં આવેલ કેક અને બેકરી પ્રોડક્ટસનું ઉત્પાદન તથા વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ. જેમાં કુલ 15 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં એક્સપાયરી થયેલ બેકરી પ્રોડક્ટસનો કુલ 8 કિલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સ્થળ પર 10 પેઢીને પેરિસેબલ બેકરી પ્રોડક્ટ પર યુઝ બાય ડેટ દર્શાવવા, હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ હતી.

રામેશ્વર બેકર્સ -(ભક્તિનગર સ્ટેશન પ્લોટ.5) ની ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ બેકરી પ્રોડક્ટસ 8 કિલો જથ્થો સ્થળ પર નાશ કરેલ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. સદગુરુ બેકર્સ -(માધાપર ચોકડી, જામનગર રોડ) ને સ્ટોરેજ તથા ઉત્પાદન સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ, કૌશર બેકરી -(રામનાથપરા મેઇન રોડ) ને પેરિસેબલ બેકરી પ્રોડક્ટ પર યુઝ બાય ડેટ દર્શાવવા તથા સ્ટોરેજ તથા ઉત્પાદન સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ, પ્રતિક બેકરી -(માર્કેટ સામે, ચુનારાવાડ રોડ) ને પેરિસેબલ બેકરી પ્રોડક્ટ પર યુઝ બાય ડેટ દર્શાવવા, ઉત્પાદન સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના મધુર બેકરી -(મારુતિનગર, પેડક રોડ) ને પેરિસેબલ બેકરી પ્રોડક્ટ પર યુઝ બાય ડેટ દર્શાવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા તેમજ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના અપાઇ હતી. મારૂતિ બેકરી -(પેડક રોડ, પાણીના ઘોડા પાસે)ને પેરિસેબલ બેકરી પ્રોડક્ટ પર યુઝ બાય ડેટ દર્શાવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના અપાઇ હતી. રાજકોટ બેકરી -(રણછોડનગર-11, પેડક રોડ) ને પેરિસેબલ બેકરી પ્રોડક્ટ પર યુઝ બાય ડેટ દર્શાવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના અપાઇ હતી. ઇઝ્ઝી બેકરી -(ડીલક્ષ ચોક, કુવાડવા રોડ) ને પેરિસેબલ બેકરી પ્રોડક્ટ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે સૂચના તથા ધ કેક સ્ટુડિયો(કોઠારીયા રોડ) -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના અને જીત એન્ટરપ્રાઇઝ -કેક એન જોય(કોઠારીયા રોડ) -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

આ ઉપરાંત હંસી એન્ટરપ્રાઇઝ -મોન્જિનીસ કેક શોપ(કોઠારીયા રોડ), પટેલ કેક શોપ -કેક એન જોય(પેડક રોડ), પટેલ બેકરી  કેક શોપ(હરિ ઘવા રોડ), દ્વારકેશ એન્ટરપ્રાઇઝ -મોન્જિનીસ કેક શોપ(કોઠારીયા રોડ), ભાનુ બેકરી એન્ડ આઇસક્રીમ પાર્લર(સહકાર મેઇન રોડ) ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.

આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ત્રણ સ્થળોએથી નમૂનો લેવામાં આવેલ છે. જેમાં સૂબીન એન્ટરપ્રાઈઝ, રૈયા રોડ, નિર્મલા રોડ, હનુમાન મઢી ચોક, રાજકોટ ખાતેથી અમુલ પ્યોર ઘી 500 ગ્રામ, શ્રધ્ધા પ્રોવીઝન, વૈશાલી નગર મેઇન રોડ, રેલ્વેના પાટા સામે, રૈયા રોડ, રાજકોટ ખાતેથી ગોપાલ પ્યોર ઘી 500 ગ્રામ અને કેશવ ફૂડસ (હૂબર  એન્ડ હોલી  બ્રાન્ડ ફ્રેન્ચાઇઝી), રેશકોર્ષ રીંગરોડ. પ્રાઇડ એમ્પાયર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં. 1-2,, યુનીયન બેંકની બાજુમાં, રાજકોટ ખાતેથી બેરી ચીઝ કેક લુઝનો નમુનો લેવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.