Abtak Media Google News

ભુજ મંદિરના મહંત સદ્વુરૂ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી સદગુરૂ સ્વામી પ્રેમ પ્રકાશ સદગુરૂ સ્વામી જગત પાવન દાસજી મંડળના વડીલ સદગુરૂ પ્રભુ ચરણ દાસજી તથા માંડવી મંદિરના મહંત દેવપ્રકાશદાસજી પુરાણી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી તથા યજમાન પરિવાર એવમ મંદિરના ટ્રસ્ટીઓના વરદ હસ્તે મંદિરના વિશેષ દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા મંદિરમાં પ્રવેશ કરતાં જ ભગવાન હરી ઝુલામાં ઝુલતાં હોય તેવા અદ્ભુત દર્શન થાય છે. ત્યારબાદ મંદિરની અંદર ૧૨ હિંડોળે ઝુલતા ભગવાન હરિના અદ્ભૂત દર્શન થઇ રહ્યા છે. આ અદ્ભૂત અને આકર્ષક હિંડોળા તથા સંપૂર્ણ કાપડની ડિઝાઇન કરી તેના યજમાન પદે ગામ માનકુવાના લાલજીભાઇ કલ્યાણ શીયાણી ધર્મપત્ની નીતાબેન પુત્ર તથા હર્ષિલ તથા જય રહ્યા હતા તેમની પ્રેરણા કરનાર માનકુવા મંદિરના સાંખ્ય યોગી નાનબાઇ ફઇ રહ્યા હતા. નિજ મંદિરમાં ચાંદીનો હિંડોળો તૈયાર કરવામાં આવ્યો હતો જેના યજમાન પદે સહજાનંદ ક્ધટ્રકશન હસ્તે માવજીભાઇ લાલજી વેકરીયા ધર્મ પત્ની મેઘ બાઇ પુત્ર કાંતિ તથા સુરેશ તેમની પ્રેરણા સાંખ્ય યોગી મેઘબાઇ ફઇ તથા સાંખ્યયોગી રામબાઇ ફઇએ કરેલી હતી. ઝુલામાં ઝુલતા ઠાકોરજીના યજમાન પદે માંડવી મહિલા મંદિરના મહંત સાંખ્ય યોગી રતનબાઇ ફઇ તથા મેઘબાઇ ફઇ તથા તેમના સમસ્ત શિષ્ય મંડળ યજમાન પદ સ્વીકાર્યુ હતું. એ રીતના સુકામેવાના હિંડોળો તૈયાર કરવામાં આવ્યો હતો જેના યજમાન પદે માંડવી મંદિરના ઉપ મહંત સાંખ્યયોગી કાનબાઇ ફઇ તથા સાંખ્યયોગી અમરબાઇ ફઇ તેમના સર્વ શિષ્ય મંડળ યજમાનપદ સ્વીકાર્યુ હતું. આ હિંડોળા બનાવવા સંતો સાંખ્યયોગી બાઇઓ અને સમસ્ત હરિભકતોએ ખૂબ મહેનતથી શ્રદ્ધાથી ભાવથી હિંડોળા તૈયાર કર્યા હતા અને સર્વે હરિભકતો ખૂબ આનંદને પામ્યા હતા તમામ યજમાન પરિવારને મહંત સ્વામીએ. અંતરના ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.