ઓનલાઇન ફ્રોડનો શિકાર બની રૂ. 66 હજાર ગુમાવનારને પૈસા પરત અપાવતી સાયબર ક્રાઇમ પોલીસ

શહેરમાં ઓનલાઈન KYC અપડેટ કરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ.66 હજારની ગુમાવનાર યુવાનને સાયબર ક્રાઈમ પોલીસે તેના પૈસા પરત અપાવી ઉમદા કામગીરી કરી છે.

સોશિયલ મિડિયા તથા ઇલેક્ટ્રોનીક માધ્યમથી લાલચ તથા અલગ અલગ રીત તથા કિમીયાઓ વડે છેતરપીડી કરી નાણા પડાવતા ઇસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરી અધિકારી દ્વારા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સતત પ્રયત્નશીલ હોય જેમાં આદર્શ સોસાયટી મેઈન રોડ પર રહેતા સચીનભાઈ નગીનભાઇ અનડકટને કોઇ અજાણ્યા ઇસમેં કોલ કરતા વોડાફોન કસ્ટમર કેર ના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી KYC અપડેટ કરવાના બહાને પ્લેસ્ટોર માથી “QUICK SUPPORT” નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને બેંક એકાઉન્ટના ઓટીપી નંબર મેળવી લઈ તેના ખાતા માંથી રૂ.66,000 પડવ્યા હતા જે પોલીસે તેને પરત અપાવ્યા છે.