Abtak Media Google News

આજે 21મી સદીના યુગમાં કોઈ પણ દંપતી એવું જ ઈચ્છે છે કે અમે 2 અને અમારું એક બાળક પરંતુ રશિયાના એક કરોડપતિ દંપતી કહે છે કે તેઓ વિશ્વનું સૌથી મોટું કુટુંબ બનાવવા માગે છે. આ દંપતી 105 બાળકોનાં માતા-પિતા બનવા માંગે છે. રસપ્રદ વાત એ છે કે તેમના પહેલાથી જ 11 બાળકો છે. કરોડપતિ દંપતીએ આ માટે તેમની યોજના જણાવી છે.

23 વર્ષીય ક્રિસ્ટીના અને 56 વર્ષિય ગાલિપ રશિયાના પતિ અને પત્ની છે. ગાલિપ કરોડપતિ ઉદ્યોગપતિ છે. રશિયન દંપતીમાં હાલમાં 11 બાળકો છે, પરંતુ તેઓ વધુ બાળકો ઇચ્છે છે. ક્રિસ્ટીના અને ગેલિપ કહે છે કે તેઓ 105 બાળકો સાથે ઇતિહાસ રચવા માંગે છે. આ સિદ્ધ કરવા માટે, તેઓ સરોગસીનો આશરો લેશે. દંપતી પણ આનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે.

Screenshot 4 33

કરોડપતિ દંપતીને સરોગસીનો ઉપયોગ કરીને બાળકોને જન્મ આપશે. ઉદ્યોગપતિ ગેલીપનું કહેવું છે કે તે આ માટે કરોડો રૂપિયાથી વધુનો ખર્ચ કરવા તૈયાર છે. આ દંપતીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સમજાવ્યું હતું કે 105 બાળકો હોવા અંગે એકબીજા સાથે વાત કરી હતી.

Screenshot 3 41

જોકે ગેલિપ અને ક્રિસ્ટીનાએ નક્કી કર્યું નથી કે કેટલા નવા બાળકો આવશે, તેઓ કહે છે કે બાળકોની સારી સંભાળ રાખવામાં આવશે. તેમની સૌથી મોટી વીકાને ક્રિસ્ટીનાએ જન્મ આપ્યો છે , જ્યારે તેમના તમામ દસ બાળકો સરોગસી દ્વારા જન્મ્યા છે. ક્રિસ્ટીનાએ ન્યૂઝફ્લેશ મીડિયાને જણાવ્યું હતું કે આ સમયે મારા દસ બાળકો છે, ગયા મહિનાના અંતમાં એક બાળક આવ્યું . તેણે છ વર્ષ પહેલા મોટી પુત્રી વીકાને જન્મ આપ્યો હતો. બાકીના બાળકો સરોગસી દ્વારા આવ્યા છે.

“મને ખબર નથી કે આખરે કેટલા બાળકો હશે, પરંતુ અમે ચોક્કસ દસ બાળકો પર રોકાઈ જવાની યોજના નથી રાખતા.” અમે હજી અંતિમ નંબર વિશે વાત કરવા તૈયાર નથી. નોંધપાત્ર વાત એ છે કે 23 વર્ષની ક્રિસ્ટીના બાળકો સાથે ખૂબ જ લગાવ છે. આને કારણે, તે આટલી નાની ઉંમરે 11 બાળકોનો ઉછેર કરી રહી છે. પરંતુ બાળકો પ્રત્યેનો તેમનો ક્રેઝ હજી પૂરો થયો નથી. ક્રિસ્ટીના ભવિષ્યમાં પણ ઘણા બાળકોની માતા બનવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.