Abtak Media Google News

ચારથી પાંચ શખ્સો પાઇપ અને ધોકાથી તૂટી પડ્યા: ઇજાગ્રસ્ત ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા

રાજકોટના ભાગોળે આવેલા બેડલા ગામમાં માતા – પુત્રી સહિત ત્રણ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં અમુક શખ્સોએ વાડીમાં દારૂ છુપાયેલો હતો તેનો વીડિયો ઉતારવા જતા પાંચથી છ શખ્સોએ હુમલો કર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેડલા ગામે રહેતા સવિતા બેન રમેશભાઈ કુમારખાણીયા તેમના પુત્રી અદિતિ અને પુત્રવધુ ગુણવંતી બેન પર વિકુ, જયંતિ, વિક્રમ સહિતના છ્યેક જેટલા શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કરતા સારવાર માટે રાજકોટ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં આ ત્રણેય ઈજાગ્રસ્તોએ પોલીસને જણાવ્યું હતું કે હુમલાખોર વિકું સહિતના શખ્સોએ વાડીમાં દારૂ છુપાવ્યો હોય જેનો વીડિયો ઉતારવા જતા માતા, પુત્રી અને પુત્રવધૂને ધોકાથી માર માર્યાનું જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.