- એલસીબીએ દરોડો પાડી ર7ર0 બોટલ શરાબ, 1440 બિયરના ટીન, ચાઈના કલે પાવડર અને બે વાહન મળી રૂ.ર8.ર9 લાખનો મુદામાલ કબ્જે: ત્રણની ધરપકડ
- સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પાટડી તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન માલવણ-ધ્રાંગધ્રા નેશનલ હાઈવે પર અખીયાણા ચોકડી પાસે પીપળી ગામના પાટીયા પાસે આવેલ એક હોટલ પાછળથી ઈગ્લીશ દારૂના કટીંગ પર રેઈડ કરી હતી.
જેમાં ઈંગ્લીશ દારૂ, ટ્રક, પીકઅપ સહિત કુલ રૂા. ર8.ર9 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય ચાર શખ્સોના નામોબહાર આવતા તેમની સામે પણ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ અંગેની વિગતો મુજબ એલસીબી ટીમે બાતમીના આધારે માલવણ હાઈવે પર પીપળી ગામના પાટીયા પાસે આવેલ રામદેવ હોટલની પાછળ ટ્રકોની આડમાં ઈગ્લીશ દારૂનું કટીંગ થતું હોવાની હકીકતના આધારે રેઈડ કરી હતી. જેમાં સ્થળ પરથી ત્રણ શખ્સો આરીફખાન નસીબખાન મલેક (માલ મંગાવનાર), હુકમારામ નરસીંગારામ શિયાળ (મદદ કરનાર) અને સુરજકુમાર લક્ષ્મણકુમાર યાદવ (મદદ કરનાર)ને ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ ર7ર0, બીયર ટીન નંગ-1440 કિંમત રૂા.7,91,600, ચાઈના ક્લે પાવડર કિંમત રૂા. 1ર,600, રોકડ રૂા. 10,000, બે મોબાઈલ કિંમત રૂા. 15,000, ટ્રક કિંમત રૂા. 15 લાખ, પીકઅપ કિંમત રૂા.પ લાખ સહિત કુલ રૂા. ર8,ર9,ર00ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જેમની વધુ પુછપરછ કરતા અન્ય ચાર શખ્સોના નામ બહાર આવ્યા હતા જેમાં માલ લઈ આવનાર ટ્રકનો ચાલક, સલીમ અમીરખાન મલેક (મદદ કરનાર), શાહરૂખ મોવર રહે.ધ્રાંગધ્રા (દારૂ મંગાવનાર), વિરાભાઈ (મદદ કરનાર)નો સમાવેશ થાય છે. આથી ઝડપાયેલ શખ્સો સહિત હાજર મળી ન આવેલ શખ્સો મળી કુલ 7 શખ્સો સામે બજાણા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે બીજી બાજુ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે રેઈડ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.