Abtak Media Google News
  • હેડકોચ તરીકે ગંભીરની બોલબાલા
  • વિદેશી કોચ નહીં ભારતીય ખેલાડીઓ તરફ બોર્ડ કરી રહ્યું છે વિચાર: જય શાહ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં કલકત્તા નાઈટ રાઈડર્સ છે ટ્રોફી જીતી ત્રીજી વખત ટાઇટલ પોતાના નામે અંગે કર્યું છે જેની પાછળ ટીમની મહેનતની સાથે સાથે કોચ ગંભીર ની સ્થિરતા અને ટીમમાં રાખવામાં આવેલી સ્પષ્ટતા અત્યંત કારગત નીવડી છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી તથા હૈદરાબાદના કોચ ટોમ મૂડીએ પણ ગંભીરના વખાણ કર્યા છે અને જણાવ્યું છે કે કોચ તરીકે તેને ટીમને એક તાંતણે બાંધીને  રાખી છે તેના પરિણામે જ હાલ કલકત્તાની ટીમ આઇપીએલ ટ્રોફી જીતી શકી.

એક દસ્કા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ત્રીજી વખત આઈપીએલ ટાઈટલ પોતાના નામે અંકે કર્યું છે.  આ જીતથી અભિનેતા શાહરૂખ ખાન દ્વારા ગૌતમ ગંભીરને બ્લેન્ક ચેક ઓફર કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેમને દસ વર્ષ સુધી કલકત્તાના કોચ તરીકે પણ જોડાવા માટે ઓફર કરી છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે જો ગૌતમ ગંભીર રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે પોતાની જવાબદારી સ્વીકારે તો તે ઇન્ડિયન પ્રીમિયર લીગ ની કોઈ ટીમમાં કોચ તરીકે તેઓ સામેલ થઈ શકે નહીં.  કલકત્તા ટીમના માલિક શાહરૂખ ખાને ગૌતમ ગંભીરને આગામી 10 વર્ષ સુધી તેમની ટીમમાં રહેવા માટે બ્લેન્ક ચેક ઑફર કર્યો છે. ગંભીરને લખનઉ માંથી કલકત્તામાં લાવવામાં કિંગ ખાને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.

બીજી જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં ટી20 વિશ્વ કપ રમવાનો છે ત્યારે આ વિશ્વ કપ પૂર્ણ થતા જ રાહુલ દ્રવિડ નો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પણ પૂરો થઈ જશે. એટલું જ નહીં બોર્ડ દ્વારા તેમને ફરી એક વખત ટીમના કોચ તરીકેનું નેતૃત્વ સંભાળવા માટે ઓફર કરવામાં આવી હતી પરંતુ મળતી માહિતી મુજબ રાહુલ દ્રવિડે ઓફર્સ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ રાષ્ટ્રીય ટીમના હેડ કોચ તરીકે બીસીસીઆઇના સેક્રેટરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડ સ્થાનિક ખેલાડીઓ ને પસંદ કરવા માંગે છે કારણ કે તેઓ સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ હોય છે જેથી કોઈપણ વિદેશી કોચ તરફ ભારત હાલ વિચારી રહ્યું નથી. જેથી એ વાત સ્પષ્ટ છે કે બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓને જ રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે સ્વીકાર કરવા માંગે છે.

ટી20 વર્લ્ડકપ પછી દ્રવિડનો ભારતીય ટીમ સાથેનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે.બીસીસીઆઈએ કોચ પદ પર ચાલુ રાખવા માટે દ્રવિડનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેને તેમાં રસ ન હતો. આ દરમિયાન ઘણા મોટા વિદેશી કોચના નામ પણ સામે આવ્યા હતા, પરંતુ તેમણે પણ આ જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે મળતી માહિતી મુજબ હાલ ભારતીય ટીમના હેડ કોચ તરીકે  ગૌતમ ગંભીરનું નામ પ્રબળ માનવામાં આવી રહ્યું છે. તુજ નહીં ગંભીરે પણ રાષ્ટ્રીય ટીમના હેડ કોચ તરીકે જોડાવા માટે રાજીપો વ્યક્ત કર્યો હતો. શાહરૂખ ખાને ગંભીરને આગામી 10 વર્ષ સુધી ટીમ સાથે રહેવા માટે ‘બ્લેન્ક ચેક’ ઓફર કર્યો છે. બીસીસીઆઈ પણ ભવિષ્યમાં ગંભીરને કોચ પદ આપવા માટે ગંભીરપણે વિચારી રહી છે. હાલમાં ગંભીર સાથે અટવાયેલો મુદ્દો એ છે કે જો તે ભારતીય ટીમમાં સામેલ થવા માંગે છે તો તેણે શાહરૂખ ખાન સાથે ફરી એકવાર ચર્ચા કરવી પડશે. ચર્ચા બાદ તે શું નિર્ણય લે છે તે ખૂબ જ રસપ્રદ રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.