Abtak Media Google News

‘મારુ વનરાવન છે રૂડું, મારે વૈકુંઠ નથી જાવું’ આ ઉક્તિ બોલિવુડના ભાઇ સલમાન ખાન માટે સાચી ઠરી છે. ભાઈની ફિલ્મ હજુ ’વનરાવન’થી ’વૈકુંઠ’ તરફની સફર શરૂ કરે તે પહેલાં જ સ્વપ્ન રોળાઈ ગયું છે. ફિલ્મ સોશ્યલ મીડિયા પર લીક થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે.

‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની ફિલ્મની રિલીઝ પહેલા સલમાન ખાને તેમના ચાહકોને ચાંચિયાગીરી બંધ કરવા અને ઓફિશિયલ પ્લેટફોર્મ પર ફિલ્મ જોવા વાયદો માંગ્યો હતો પરંતુ, લોકોએ તેનું વચન તોડ્યું અને ફિલ્મ રિલીઝ થયાના કલાકો પછી જ ઓનલાઇન લીક થઈ ગઈ છે.

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની સૌથી એલિવેટેડ ફિલ્મ રાધે – યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ રિલીઝ થઈ ગઈ છે. પરંતુ રિલીઝ થયા બાદ સલમાન ખાન અને ફિલ્મના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે, કેમ કે આ ફિલ્મ તેની રિલીઝના થોડી કલાકો પછી જ લીક થઈ ગઈ છે.  લોકોને તે જોવા માટે પૈસા ચૂકવવા પડ્યા ન હતા, જેના પછી સલમાન ખાનના ચાહકોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યકત કર્યો અને ભાઈને વિનંતી શરૂ કરી કે, ચાંચિયાગીરી બંધ થવી જોઈએ અને આવું કરનારાઓ સામે પગલાં લેવામાં આવે. રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈની રિલીઝ પહેલા સલમાન ખાને તેના ચાહકોને ચાંચિયાગીરી નશી કરવા અને ઓફિશિયલ પ્લેટફોર્મ પર ફિલ્મ જોવાની ખાતરી માંગી હતી, પરંતુ લોકોએ તેમનું વચન તોડ્યું હતું અને ફિલ્મ રિલીઝ થયાના કલાકો પછી જ ઓનલાઇન લીક થઈ હતી.

જેના કારણે સલમાન ખાનના કેટલાક ચાહકો સોશિયલ મીડિયાથી નારાજ થયા હતા અને તેમણે સલમાન ખાનની પ્રોડક્શન લીક કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ શરૂ કરી દીધી હતી.

એક યુઝરે લીક થયેલી ફિલ્મનો સ્ક્રીનશોટ લઈ  સોશિયલ મીડિયા પર લખ્યું- ’રાધે સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે.  સલમાન ખાન, કંઈક કરો ભાઈ’. તે જ સમયે, અન્ય એક પ્રશંસકે લખ્યું, ’આ શું છે, રાધે બધી ગેરકાયદેસર અને ટેલિગ્રામ પ્લેટફોર્મ પર લિક થઇ ગઈ છે.  તાત્કાલિક અસરથી કાર્યવાહી કરો. આવી જ રીતે અન્ય ઘણા ચાહકોએ પણ વાંધા રજૂ કર્યા હતા.

જણાવી દઇએ કે, 12 મેના રોજ સલમાન ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે, ઘણા લોકો ફિલ્મ બનાવવા માટે ખૂબ મહેનત કરે છે અને જ્યારે કેટલાક લોકો તેને જોવા માટે પાઇરેસીનો આશરો લે છે ત્યારે મને ખૂબ ખરાબ લાગે છે.  હું તમારા બધા પાસેથી એક વચન લેવા માંગુ છું કે કૃપા કરીને આ સતાવાર પ્લેટફોર્મ પર જુઓ.  આ ઇદ સંપૂર્ણ રીતે પ્રેક્ષકોના વચનને લઈને છે.  મનોરંજનમાં કોઈ ચાંચિયાગીરી નથી.

જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મ રાધે:યોર મોસ્ટ વોન્ટેડ ભાઈને મિશ્રિત પ્રતિસાદ મળી રહ્યો છે.  ફિલ્મ વિવેચકોને પણ આ ફિલ્મ પસંદ નથી.  રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં સલમાન ખાન ઉપરાંત દિશા પટનીની મહત્વની ભૂમિકા છે.

રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ફિલ્મ રિલીઝ થયાની ફક્ત અમુક મિનિટો બાદ જ સોશ્યલ મીડિયા સાઇટ્સ પર લીક થઈ ગઈ હતી. જેના કારણે દર્શકો અને ચાહકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક ચાહકોએ સોશ્યલ મીડિયા સાઇટ્સ પર લીક કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવાની પણ માંગણી કરી છે. ચાહકોએ જ લીક થયાના સ્ક્રીન શોટ લઈને સોશ્યલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરી ફિલ્મ નિર્માતા-અભિનેતાને આ બાબતે જાણ કરી હતી. સલમાન ખાને 12 મેંના રોજ એક.નિવેદન આપતા કહ્યું કહ્યું હતું કે, હું આશા રાખું છું કે, ઇદના રોજ રિલીઝ થઈ રહેલી રાધેને તમામ દર્શકો સતાવાર પ્લેટફોર્મ મારફત જ નિહાળશે. તેમણે દર્શકો પાસેથી વચન માંગ્યું હતું કે, કોઈ આ ફિલ્મને લીક નહીં કરે અને ફક્ત સતાવાર પ્લેટફોર્મ સુધી જ આ ફિલ્મને સીમિત રહેવા દેવામાં આવે પણ અમુક લોકોએ સલમાને માંગેલા વચન પર પાણી ફરી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.