Abtak Media Google News

ગરબાનું સ્થાન દેહમાં આત્મા જેવું મહત્વ છતાં એનું ગળું ટૂપવાની અધાર્મિક ચેષ્ટા આજે પણ થઈ રહી છે એને રખે કોઈ વિકાસ કહે!

નોરતાની નવલી રાતે અંબા ગરબે રમવા આવો ને…

રંગ રઢિયાળી રાતલડીએ ગરબે રમવા આવો ને…

ગરબાની અને જગદંબાની પ્રસ્થાપના કરેલા રંગોળીભીના ચોકમાં શણગાર સજેલી દીકરીઓ, વહુઓ, મહિલાઓ, પુરૂષો ગરબે ધૂમતા હોય અને હકડેઠઠ પ્રેક્ષકોની હાજરી જગદંબાનો જયજયકાર બોલાવતી નવરાત્રિનું રળિયામણું પર્વ ઉજવતી હોય એવો ‘ગુજરાતનો ગરબો અને ગુણિયલ ગુજરાતણો આજે કયાં જોવા મળે છે. અને જુસ્સાભરી અસલિયત કયાં જોવા મળે છે? એની રૂંવાડા ઉભા કરી દે એવી જોમ અને જુસ્સાભરી અસલિયત કયાં જોવા મળે છે ?

શકિતપૂજાના રંગે રંગાયેલી જૂની ઘરેડના બુઝર્ગ લોકો તો એમ પણ કહેતા ફરે છે કે, જો ગરબાની અને ગુણિયલ ગુજરાતણોની અસલિયત જેમની તેમ રહેવા દીધી હોત તો આદેશ આજના કલેવરમા પણ સુખી હોત !

આપણા દેશના ચરક મહર્ષિએ એક જમાનામાં સમાજને અને રાજયને એવો આદેશ આપ્યો હતો કે, પાપયુકત આચરણ કરતા પુરૂષોની સંગત ન કરવી, ચાડિયા અને કજિયાખોર પૂરૂષોની સોબત ન કરવી, વાણી અને વર્તન જેમના કાબુમાં ન હોય તેવા પુરૂષોનો સંગ ન કરવો, મર્મપીડક ઉપહાસ કરનારા પુરૂષોનો, લોભી પુરૂષોનો, અન્યની ઉન્નતિમાં દ્વેષ કરનારા પુરૂષોનો, શેઠ પુરૂષોનો, બીજાની નિંદામાં તત્પર રહેવા પુરૂષોનો તથા નિર્દય અને ધર્મહીન લોકોનો સંગ ન કરવો નરાધમોનો ત્યાગ જ કરવો.

ચરક મહિર્ષએ એવો આદેશ પણ આપ્યો હતો કે પુષ્કળ બુધ્ધિવાળા, શ્રેષ્ઠ વિધા ધરાવતા, વયશીલ અને ધૈર્યવાન, સ્મૃતિસંપન્ન, સમાધિયુકત તથા વૃધ્ધોની સેવા કરનાર પુરૂષોની શાંત ચિત્તવાળા પુરૂષોની સંગ કરવો, સુવ્રતનું પાલન કરનાર, પવિત્ર શ્રવણ અને પવિત્ર દર્શનવાળા પુરૂષો સાથે જ સંગત કરવી.

અહી સહુ કોઈની બુધ્ધિ બગડી છે. એવી ટકોર આ દેશના કેટલાક ચિંતકો કરી રહ્યા છે. સહુ કોઈની એટલે કોની કોની બુધ્ધિ બગડી છે. એવો સવાલ જોગે છે. ત્યારે કદાચ આ દેશનાં રાજકારણીઓ રાજકર્તાઓ સર્વપ્રથમ નજરે ચઢે છે.!

સહુ કોઈ જાણે છે કે આ દેશમાં વિવિધ ક્ષેત્રે ખાસ કરીને રાજકીય ક્ષેત્રે નિષ્ઠશના સોદા થવા લાગ્યા છે. દેશભકિતનો જબરો દુકાળ પડયો છે. લગભગ બધે જ ધાર્મિકતા અર્ધામિકતા અને સાવ જુઠના બેવડા ધોરણો પ્રવર્તે છે.

વર્ષોપહેલા આ દેશમાં લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારની સામે જાકીય અવાજ ઉઠતો થયો હતો. આજે તો દેશભરમાં રૂશ્વતખોરી અને ભ્રષ્ટાચારની ભૂતાવળો નિહાળવા મળે છે. આપણા સામાન્ય વ્યવહારોમાં ભ્રષ્ટાચાર વણાઈ ગયો છે, રાજકારણ પણ એમાંથી મૂકત નથી અને અંધકારણ પણ એમાંથી મુકત નથી ! મતલક્ષી રાજકારણે માઝા મૂકી છે. રાજગાદી અને બીજા સ્વાર્થ સિવાય અન્ય કોઈ માપદંડ આપરા રાજકીય ક્ષેત્રે રહ્યો નથી. કૂતરો તાણે ગામભણી અને શિયાળ તાણે સીમ ભણી એવો ઘાટ અત્યારે આ દેશમાં દ્રષ્ટિગોચર થાય છે, સંસદની સાત્વિકતા અને તેજસ્વીતા લુપ્ત થતા રહ્યા છે.

જેની ધાક પડે અને જેના વેણ કોઈ ન ઉથાપે એવા મહાત્મા ગાંધી જેવા કોઈ રાષ્ટ્રીય નેતા આ દેશમાં નથી રહ્યા દેશમાં બધુ જજાણે લોલેલોલની રીતે ચાલે છે.

આ જોતા ગુજરાતનો ગરબો ખોવાયો છે એ શુભ ચિહન નથી. નવરાત્રીના તહેવારો આવે એના આગલે અઠવાડીયે આવા વિજ્ઞાપનો ગુજરાતી વાંચકો, માટે ગરબાની નિયમિતતાથી નિહાળવા માંગે છે. પરંતુ ભાગ્યે જ કોઈના મનમાં એવો સવાલ ઉઠે છે કે, ગરબાનું મૂળ સ્વરૂપ કયું છે.

અત્રે એ યાદ રહે કે અંબાજી માતાનો મહિમા સમસ્ત ભારત વર્ષમાં સુપ્રસિધ્ધ છે. મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે અંબાજી જેવા પવિત્ર સ્થળે ભગવાન શ્રી કૃષ્ણની બાબરી (વાળ) ઉતરાવવામાં આવી હતી. અને ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂક્ષ્મણીજી અંબાજી માતાની પૂજા કરતા હતા.

જગદંબાનો જયજયકાર, આસુરી તત્વો સામે દૈવી શકિતની લડાઈ, આસુરી દાનવોનો નાશ અને શિવશકિતનો વિજય, એટમ બોમ્બ જેટલી પ્રચંડ શકિત ધરાવતા મહિષાસુર રાક્ષસનો હાસ, રાવણનો નાશ અને આ વિજયની ખુશાલી વિજયાદશમીએ નવરાત્રિના આ પર્વનો સારાંશ છે.

એમાં પ્રચંડ શકિતની પૂજા ભલે છે, એની સાથે શિવશકિત (કલ્યાણકારી શકિત સર્જન શકિત) અનિવાર્ય હોવાનો બોધ છે.

શિવશકિતની આરતીમાં જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી સુખ-સંપત્તિ થાશે, મા અંબા દુ:ખ હરશે, કૈલાસ અને મોક્ષ મળશે.

સંહારક શકિત અનિવાર્ય છે. તેમ સર્જન શકિત પણ અનિવાર્ય છે.

આપણા દેશ ખોટે માર્ગે હોય તો તેણે વહેલી તકે આ દિશા પકડી લેવી પડશે એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.