ઇકો સેન્સીટીવ ઝોનમાં વિઘ્ન આવે તે પહેલા કાર્યવાહી આટોપી લેવા સરકારે કમર કસી

lion | junagdh | national
lion | junagdh | national

વધુ મુશ્કેલીઓ ઉભી થાય તે પહેલા જ ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા માટે વન વિભાગને અપાયા સુચનો: અભ્યારણ આસપાસના વિસ્તારોમાં વિકાસનો દૌર આગળ ધપાવવા સરકાર કટીબધ્ધ

ગુજરાત સરકારે ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવામાં આવતા આવા વિસ્તારોનો વિકાસ શે અને લોકોને રોજગારી માટેના વિકલ્પો મળી રહેશે. તેમજ પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ વાની પૂરેપુરી શકયતા ઉભી ઈ છે. જો કે ગુજરાત સરકારના આ નિર્ણયનો ઘણા ક્ષેત્રોમાંી વિરોધ પણ ઈ રહ્યો છે પરંતુ લોક ઉપયોગી નિર્ણય હોવાના કારણે આ બાબતે ઝડપી કામગીરી ાય તે માટે ગુજરાત સરકારે કોઈપણ વિઘ્ન આવે તે પહેલા કાર્યવાહી આટોપી લેવા કમરકસી છે.

આ માટે પર્યાવરણ અને વન મંત્રાલયે ચિફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટને તાકીદે મંત્રાલયને વિગતો પુરી પાડવા જણાવી દેવામાં આવ્યું છે. આ બાબતે ગણપત વસાવાએ કહ્યું હતું કે, ઈકો સેન્સીટીવ ઝોન બાબતે ઈ રહેલી કામગીરીમાં તમામ વિગતો જાહેર કરી શકાય તેમ ની. માટે અત્યારે કોઈપણ જાતના નિવેદનો આપવામાં આવશે નહીં.

ગિર વિસ્તારના ઈકો સેન્સીટીવ ઝોનને ઘટાડવાના વિરોધમાં સરકાર સામે જનહિતની અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી દાખલ તા સરકારે કામગીરીને વધુ ઝડપી બનાવી છે. કારણ કે, આ અરજીમાં માત્ર ગીર વિસ્તારનો સમાવેશ ાય છે. જો કે બીજા અભ્યારણ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો ની. ભવિષ્યમાં અન્ય અભ્યારણ્ય બાબતે પણ અરજીઓ દાખલ વાનું શ‚ ાય તે પહેલા ઈકો સેન્સીટીવ ઝોન બાબતની કાર્યવાહી પૂરી કરી દેવા માટે સરકારે કવાયત શ‚ કરી છે.

વન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે, ઈકો સેન્સીટીવ ઝોનની હદ નક્કી કરવા માટે બને તેટલી ઝડપ કરવા કહેવામાં આવ્યું છે અને આ માટે કમીટીએ સુચનો પણ આપી દીધા છે. જાન્યુઆરી અને એપ્રિલ મહિનામાં રાજય સરકારની બે બેઠકોમાં ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા બાબતના નિર્ણયને મંજૂર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં વધુ એક બેઠકમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવે તેવી પૂરી સંભાવના છે.

આ કામગીરીમાં ગીર અભ્યારણ્ય, ઘુડખર અભ્યારણ્ય, નળ સરોવર સહિતના વિસ્તારોનો સમાવેશ ાય છે. એક વખત આ દરખાસ્તો પસાર ઈ જાય પછી તેના પર ફેર વિચારણા ાય તેવી શકયતા ઓછી છે માટે સરકારે કામગીરીમાં ઝડપ શ‚ કરી છે. ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવામાં આવતા અભ્યારણ્ય આસપાસના વિસ્તારમાં લોકોને પડતી સમસ્યાનો ઉકેલ આવશે. અગાઉ ઈકો સેન્સીટીવ ઝોનમાં આવતા વિસ્તારોમાં સનિક રહેવાસીઓને કામગીરી માટે પણ વન-વિભાગની મંજૂરી લેવી પડતી હતી અને આ માટે સમય અને પૈસાનો વેડફાટ તો હતો. દોડાદોડી બાદ પણ કામગીરી ન તા લોકોને નિરાશા મળતી હતી.ત્યારે હવે સરકારના આ નિર્ણયને કારણે લોકોની મુશ્કેલીમાં ઘટાડો શે.

સરકારના હદ ઘટાડવાના નિર્ણય બાબતે પ્રશ્ર્નો ઉભા કરવામાં આવ્યા હતા કે, જો હદ ઘટાડવામાં આવશે તો ગિરના સિંહોને માઠી અસર પહોંચશે અને સંવર્ધનમાં પણ મુશ્કેલી ઉભી શે. જો કે ખરેખર તો તંત્ર કરતા સનિક લોકો જ વન્ય પ્રાણીઓનું વધુ ધ્યાન રાખતા હોય છે. પરંતુ એક અવા બીજી રીતે સરકારની કામગીરીમાં હવનમાં હાડકા નાખવાના પ્રયાસો કરવામાં આવે છે. જો કે, સરકાર પણ હદ ઘટાડવાના નિર્ણય બાબતે કટીબધ્ધ છે અને ટૂંક સમયમાં તેની અમલવારી પણ શ‚ ઈ જશે. આ નિર્ણયી પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ વાની પૂરેપુરી શકયતા છે.

આ અગાઉ ‘અબતક’ની ટીમે ઈકો સેન્સીટીવ ઝોન બાબતે ગિર અભ્યારણ્ય વિસ્તારમાં આવતા ગામોની મુલાકાત કરી હતી જેમાં લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળવામાં આવી હતી. ઈકો સેન્સીટીવ ઝોનમાં ખેડૂતોને ખેતરમાં કુવો બનાવવો હોય કે પછી મકાન બનાવવાનું હોય. તમામ કામગીરી માટે સરકારી કચેરીના દોડા તા હતા. પરંતુ એક વખત હદમાં ઘટાડો કરવામાં આવતા વિકાસની નવી દિશા મળશે. આ ઉપરાંત સુવિધાઓમાં પણ વધારો તા પ્રવાસીઓની સંખ્યા પણ વધશે.

અગાઉ એમ મનાઈ રહ્યું હતું કે, અભ્યારણ્ય વિસ્તારમાં માનવ અવર-જવરના કારણે વન્ય પ્રાણીઓને નુકશાન પહોંચે છે પરંતુ ખરેખર આ વિસ્તારમાં લોકો વર્ષોી વસવાટ કરે છે. તેઓને કયારેય વન્ય પ્રાણીઓી સમસ્યાઓ ઉભી ઈ ની. આ ઉપરાંત ગિર અભ્યારણ્યમાં સિંહ ઢોર ઢાખરોનો શિકાર કરે છે ત્યારે પણ લોકોમાં કોઈ પણ જાતનો વેરભાવ જોવા મળતો ની પરંતુ તેને કુદરતનો નિર્ણય સમજી સ્વીકારી લેવામાં આવે છે. જો કે ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવાના નિર્ણયનો વિરોધ કરતા લોકો અવનવા પ્રશ્ર્નો ઉભા કરી રહ્યાં છે અને એક યા બીજી રીતે સરકાર આ કામગીરીમાં સફળ ન ાય તે માટેની કવાયત આદરી છે.

વન વિભાગ દ્વારા પણ ઈકો સેન્સીટીવ ઝોન બાબતે ોડી વધુ કાળજી કેળવાય તે માટે ખાસ ધ્યાન આપવું જ‚રી છે. કારણ કે, વન્ય પ્રાણીઓની સાર સંભાળ એ સનિક લોકો, સરકાર અને તમામની જવાબદારી છે.

સરકાર પણ આ બાબતે વધુ ગંભીર બનતા બને તેટલી ઝડપી ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા માટે તત્પર બની છે અને લાગતા-વળગતા તમામ વિભાગોને જ‚રી સુચનો આપી દેવામાં આવ્યા છે. આ સુચનો ઉપર ટૂંક સમયમાં મહત્વના નિર્ણયો પણ કરી દેવામાં આવશે.

કાંકરેજની ‘રાજમાતા’ મોત સામે ઝઝુમે છે!

લીલીયા-કાંક્રચ વિસ્તારની ૧૫ વર્ષિય સિંહણ રાજમાતા મોત સામે ઝઝુમી રહી છે. સંવર્ધન દરમિયાન રાજમાતાને પેટના ભાગે ગંભીર ઈજાઓ તા વન-વિભાગે જશાધારની હોસ્પિટલમાં રાજમાતાની સારવાર શ‚ કરી છે પરંતુ તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજમાતાને ઈજાઓ પહોંચી હોવાનું અને અત્યંત બીમાર હોવાની વિગતો સનિક લોકોએ વન વિભાગને આપી હતી અને સારવાર શ‚ કરાવી હતી.

લીલીયા-કાંક્રચ વિસ્તારની સિંહણ રાજમાતાને ૨૦૧૩માં પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવી હતી. સિંહણને સંગ્રાહલમાં મોકલવામાં આવતા સનિક લોકોએ તેની આઝાદી માટે વિરોધ દર્શાવ્યો હતો અને રાજમાતાને જંગલમાં છોડી દેવામાં આવે તેવી માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શની રાજમાતા પ્રખ્યાત બની હતી. વન વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે સિંહણ તેના બચ્ચાને બચાવવા માટે લડાઈ કરી રહી હતી જેમાં તેને ઈજાઓ પહોંચી છે. સામાન્ય રીતે સિંહ મેટીંગ પહેલા સિંહણના બચાઓને મારી નાખે છે જેી કે પોતાનો વારસો આગળ વધારી શકે. આવા જ એક બનાવમાં રાજમાતાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાજમાતાની તબીયત ખુબ ધીમી ગતિએ સુધરી રહી છે જો કે સારવારની અસર દેખાઈ રહી હોવાની હાશકારો ફેલાયો છે જો કે હજુ ચિંતાનું પ્રમાણ ઓછુ યું ની. લીલીયા-કાંક્રચ વિસ્તારમાં ૨૦૦૨ની સાલમાં રાજમાતા તેના માતા-પિતા સો આવી હતી. ત્યારી વન વિભાગ દ્વારા તેના પર પુરતી નજર રાખવામાં આવી રહી છે. ૨૦૦૨ બાદ આવેલા એક પુરમાં રાજમાતાની માતાને વન વિભાગે બચાવી હતી. જો કે, પિતા પુરમાં તણાઈ જતા તેનું મોત યું હતું. હાલમાં આ વિસ્તારમાં ૪૦ જેટલા સિંહ છે. જેમાં મોટાભાગના રાજમાતાના પરિવારના છે.

રાજમાતાના ગળામાં વન વિભાગે રેડિયો કોલર પણ લગાવ્યું છે જેી તેની હાલચાલ ઉપર નજર રાખી શકાય. આ સિંહણ ૨૦૧૩માં ગોંડલ સુધી પહોંચી આવી હોવાનું પણ કહેવામાં આવી રહયું છે. રાજમાતા નામની આ સિંહણનું કાંક્રચ વિસ્તારમાં ખુબ માન છે. આ માટે જ તેને સંગ્રહાલયમાંી મુકત કરવા માટે લોકો દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને લોકો તેને ખરેખર રાજમાતા જેવું માન પણ આપે છે. વધુમાં પંચાયતે પણ વન વિભાગને આ માટે અરજી કરી હતી. એક તરફ અમુક લોકો દ્વારા કહેવામાં આવે છે કે સનિક લોકોના કારણે સિંહને અસર પહોંચી રહી છે તો બીજી તરફ અભ્યારણ્ય વિસ્તારમાં એવા કેટલાય બનાવો બન્યા છે જેના પરી સાબીત ાય છે કે, સનિક લોકો સિંહ પરિવારને પોતાના કુટુંબીજનો તરીકે માને છે અને તેની પુરી સાર સંભાળ પણ રાખે છે. વધુમાં સિંહ ઉપર પડેલી કોઈપણ મુશ્કેલીની તાકીદે વન વિભાગને જાણ કરી આ બાબતે કામગીરી કરવામાં આવે તેવી રજૂઆતો પણ ાય છે.