Abtak Media Google News

પૂ.દિપકભાઈના હસ્તે ‘જ્ઞાની પુરૂષ ભાગ-૨’ પુસ્તકનું વિમોચન

જેની ઘણાં વખતથી તડામાર તૈયારીઓ થઈ રહી હતી, દેશ-વિદેશના ૧૩ હજારથી વધુ સેર્વાથીઓ જેની તૈયારીમાં દિવસ-રાત નિ:ર્સ્વાથ સેવા આપી રહ્યાં છે, જેનો ઉદ્દેશ લોકોના જીવનમાં સુખ-શાંતિ પ્રદાન કરતી સમજણ પ્રસારવાનો છે, એવા મહોત્સવનો ગઈકાલે સાંજે ૭:૦૦ વાગ્યાી આત્મજ્ઞાની પુજ્ય દીપકભાઇના આશીર્વચની શુભારંભ થયો. એક ભવ્યાતિભવ્ય જન્મ મહોત્સવ, જેમાં દુનિયાભરમાંથી લગભગ ૩૦,૦૦૦થી વધુ ઉપસ્થિત લોકોની વચ્ચે પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૧મી જન્મજયંતીની હર્ષોલ્લાસી ઉજવણી શરુ થઈ છે ગાંધીનગરના આંગણે અડાલજમાં, નિષ્પક્ષપાતી ત્રિમંદિરના પ્રાંગણમાં ઉભી થયેલી ૧૧ દિવસની “જોવા જેવી દુનિયા સાથે!

લગભગ ૩ કલાકના શુભારંભ સમારોહમાં પૂજ્ય દીપકભાઈની ઉપસ્થિતિમાં, દેશ-વિદેશના ૧૧૧ બાળકો વડે મૂળ દીવાી પ્રગટો દીપકમાળ ને રૂપક આપતું દીપ પ્રાગટ્ય થયું. ૨૫,૦૦૦ દર્શકોની બેઠક વ્યવસ ધરાવતા વિશાળ મેદાનમાં, ૧૨૦ જે ૮૦ ફૂટ (૯૬૦૦ ચોરસ ફૂટ)ના મોટા સ્ટેજ ઉપર ૩ મોટા લેડ (એલઈડી) સ્ક્રીન તેમજ કોલ્ડ પાયરો, હાયડ્રોલિક ક્રેન, ડ્રાય આઈસ જેવી સ્પેશિયલ ઈફેક્ટસના ઉપયોગી દાદા ભગવાનના જીવનચરિત્રનું હૃદયસ્પર્શી નાટ્યપ્રદર્શન થયું. નાના-મોટા ૨૫૦થી વધુ કલાકારો દ્વારા ભજવાતા, મિહિર ભુતા લેખિત, અદિતી દેસાઈ વડે દિગ્દર્શિત “અદભુત ઓળખ જ્ઞાનીની નાટકમાં, દાદાના નાનપણી લઈને જ્ઞાન-પ્રાગટ્ય સુધીના રસપ્રદ જીવનપ્રસંગોમાં તેમના વિચક્ષણ વ્યક્તિત્વનો પરિચય મળ્યો. ત્યારબાદ પૂજ્ય દીપકભાઈએ સંદેશો આપ્યો અને તેમના હસ્તે જ્ઞાની પુરુષ ભાગ ૨ પુસ્તક નું વિમોચન , જે પુસ્તકમાં જ્ઞાની પુરુષ દાદાના, પત્ની હીરાબા સોના આદર્શ દામ્પત્યજીવનનો તલસ્પર્શી ચિતાર મળે છે.

આ ઉજવણીની હાઈલાઈટ્સ ૧૬ નવેમ્બરની રાત્રે ૧૦ થી ૧૧ દૂરદર્શન-ગુજરાત (ગિરનાર) ઉપર અને ૧૭ નવેમ્બરના રોજ રાત્રે ૭:૩૦થી ૧૦ વાગે અરિહંત ચેનલ ઉપર પ્રસારિત થશે. આ ઉપરાંત, ૧૬ નવેમ્બરી ૨૬ નવેમ્બર દરમિયાન ટેલીવિઝનમાં અરિહંત, દૂરદર્શન-ગુજરાતી અને આસ ચેનલ ઉપર તેમજ યુ-ટ્યુબમાં દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ ઉપર જન્મજયંતી મહોત્સવના સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું રોજેરોજસવાર-સાંજ નિયત સમયે જીવંત પ્રસારણ કરવામાં આવશે.

Dji 0253
default

સવાર-સાંજ પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ, થીમ પાર્ક માં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગી રજૂ તથા ૧૧ મલ્ટીમીડિયા થીયેટર શો, ચિલ્ડ્રન પાર્ક માં ગમ્મત સાથે જ્ઞાન પીરસતા ૧૨ શો, એમ્ફી થીયેટર, લકી ડ્રો જેવા આકર્ષણો ઊભાં કરવામાં આવ્યા છે. જુદી જુદી સત્સંગ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને દરરોજની એક ખાસ થીમ રાખવામાં આવી છે. બાળકોના ખાસ દિવસ “સીએનજી-ડેમાં બાળકોને જ્ઞાનીનું સાન્નિધ્ય અને સાચી સમજણ મળશે. પેરન્ટ્સ ડે ના રોજ માતા-પિતાને બાળકોને પ્રેમ-હૂંફ આપવાની સમજણ મળશે. ક્લેશરહિત સંસાર માટે પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર અને પૈસાના વ્યવહારની પ્રેક્ટીકલ ચાવીઓ મળશે. ઇન્ટરનેશનલ પરેડમાં વિશ્વભરના જુદા જુદા દેશોની સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળશે. આ ઉપરાંત જન્માષ્ટમી, સીમંધર સ્વામીની પ્રાણ-પ્રતિષ્ઠા, લાઈવ ગરબાનું પણ આયોજન થયું છે. વધુ માહિતી માટે આપ અંકુરભાઇ ૯૯૨૪૩૪ ૩૪૩૫ અવા અમિતભાઈ ૭૯૭૭૫ ૧૪૪૪૯ / ૯૮૨૧૧ ૨૩૩૬૮નો સંપર્ક કરી શકો છો. અવા વેબસાઇટ ષષમ.મફમફબવફલૂફક્ષ.જ્ઞલિ ની મુલાકાત લઈ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.