Abtak Media Google News

આસો મહિનાના પ્રારંભ થતાની સાથે નવદુર્ગાની પૂજા આરાધના અને ઘટ્ટ સ્થાપના અને ગરબાનું સ્થાપના કરવામાં આવે છે. ભક્તો માતાજીની પુજા-અર્ચના ભાવભક્તિથી કરતા હોય છે. નવરાત્રીમાં માતાજીના સ્થાપન અને નૈવેદ્ય ધરાવે છે તેમજ આઠમે નોરતે નૈવેદ્ય અને હવન કરતા હોય વિજયા દશમીએ રાવણ દહન કરી વિજયનો જય જયકાર કરે છે.

Navratri Utsav In Gujarati | Navratri Puja Mantra | Gujarati Garba Danadiya | નવરાત્રી ઉત્સવ | દુર્ગા પૂજા મંત્ર | ગુજરાતી ગરબા દાંડિયા રાસ |

આસો સુદ એકમને સોમવારે 26 સપ્ટેમ્બરના દિવસથી નવરાત્રીનો પ્રારંભ થશે. નવરાત્રીના દિવસે માતાજીની ઘટ્ટ સ્થાપના અને ગરબાની સ્થાપના કરવા શુભ મુહુર્ત કરવામાં આવે છે. આસો સુદ આઠમને સોમવાર તા.3 ઓક્ટોબર ના દિવસે હવન અષ્ટમી છે. માતાજીના નૈવેદ્ય ધરાવા તથા સરસ્વતી માતાજીના પૂજનનો કરવામાં આવે છે તેમજ આસો સુદ દશમને બુધવાર તા.5 ઓક્ટોબરના દિવસે વિજયા દશમી છે. વિજયા દશમી એટલે દરેક શુભકાર્ય કરવામાં વણજોયું મુહુર્ત કહેવાય છે. જેમાં કોઇપણ શુભકામ એટલે સોના-ચાંદી, મકાન, દુકાન, વાહન વગેરે જેવી મોટી ખરીદી પણ શુભ મુહુર્ત કરી શકે છે.

            શુભ મુહુર્ત

  • સવારે અમૃત – 6.37 થી 8.08
  • બપોરે ચલ – 9.38 થી 11.08
  • બપોરે લાભ – 2.08 થી 3.38
  • સાંજે અમૃત – 3.38 થી 5.08
  • સાંજે ચલ – 5.08 થી 6.38
  • બપોરે અભિજીત મુહુર્ત 12.15 થી 1.13
  • સાંજે પ્રદોષકાળ – 6.38 થી 09.02

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.