Abtak Media Google News

સરકાર દ્વારા ગરીબ દર્દીઓના લાભાર્થે મા અમૃતમ કાર્ડ યોજના અમલમાં આવી છે. જેમાં રાજકોટ જીલ્લા માટે રાજકોટની ૧૦ હોસ્ટિપલો મા અમૃતમ કાર્ડનો લાભ ગરીબ દર્દીઓ લઇ શકે છે.રાજકોટ જીલ્લાની પંડીત દીનદયાલ ઉપાઘ્યાય સીવીલ હોસ્પિટલ, માં બર્નસ, જેનીટરી સર્જરી ન્યુરો સર્જરી પેડીયાટીકટ સર્જરી, પોલીટ્રોના અને મેડીકલ ઓન્કોલોજી સારવાર અપાય છે. આ ઉ૫રાંત રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલોમાં સ્ટલીંગ હોસ્પિટલ જેમાં કાર્ડીઓલોજી હ્રદય સંબંધીત સર્જરી કરવામાં આવે છે. જયારે બી.ટી. સવાણી કીડની હોસ્૫િટલ ખાતે કીડની સંબંધીત દર્દના ઇલાજ કરવામાં આવે છે.શ્રી સત્ય સાઇ હાર્ટ હોિ૫સ્ટલમાં હાર્ટ સંબંધી રોગોનો ઇલાજ થાય છે. અને રાજકોટ કેન્સર સોસાયટી અને એલાઇડ હોસ્પિટલમાં મેડીકલ ઓન્કોલોજી તથા રેડીએશન ઓન્કોલોજી જેવા દર્દ માટે સારવાર આપવામાં આવે છે. આ ઉ૫રાંત યુનીકેર હોસ્૫િટલમાં કાર્ડીયોલોજી હાર્ટ સંબંધ રોગનો ઇલાજ થાય છે. ઉપરાંત એચ.જે.દોશી હોસ્૫િટલમાં જેનીટનરી સર્જરી કરવામાં આવે છે. એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્૫િટલમાં હાર્ટ સંબંધી ઇલાજ થાય છે. જયારે ક્રાઇસ હોસ્પિટલમાં પણ કાર્ડઓલોજી, ન્યુરો સર્જરી અને પોલીટ્રોમા સહીત ઇલાજ થાય છે. અને જલારામ રઘુકુલ સાર્વજનીક હોસ્પિટલમાં હાર્ટ સબંધી તથા ન્યુરો સર્જરી સહીતના રોગનો ઇલાજ થાય છે. અમૃતમ કાર્ડ યોજના નો લાભ લેતા દર્દીઓએ આ તમામ હોસ્પિટલમાં સરકારી યોજનાનો લાભ લઇ શકે છે. જો કોઇ ફરીયાદ હોય તો સીધી કલેકટર કચેરીમાં અથવા આરોગ્ય અધિકારીને ફરીયાદ નોંધાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.