Abtak Media Google News

ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન હોબેશ થવાનું છે ત્યારે

ચીનના બદલે અન્ય બજાર શોધવા પડશે, ઘર આંગણે વપરાશ વધારવા પગલા ભરવા પડશે: સોમા પ્રમુખ સમીર શાહે રાજયનાં મુખ્યમંત્રી રૂપાણીને કર્યા મહત્વના સુચનો: ઉત્પાદન બજારમાં આવે તે પહેલા અત્યારથી પગલા લેવા જરૂરી: સોમા

આગામી ખરીફ સીઝનમાં મગફળીનું વિક્રમી ઉત્પાદન થવાની શકયતા છે. ત્યારે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશને સીંગદાણા તથા તેના ઉત્પાદકોની નિકાસ માટે લાભ આપવા ચીનના બદલે અન્ય બજારો પર નજર દોડાવવા તથા રાજય અને દેશમાં મગફળી, સીંગદાણા, મગફળી ઉત્પાદનનો વપરાશ વધે તે માટે તત્કાલ પગલા ભરવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે. સોમાના પ્રમુખ સમીરભાઈ શાહે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી જણાવ્યું છે કે આગલા વર્ષોમાં મગફળીના સારા ભાવો મળવાને કારણે આ વર્ષે મગફળીનું વિક્રમી વાવેતર થયું છે.અત્યાર સુધીનાં વાતાવરણ અને વરસાદ જોતા સારૂ ઉત્પાદન થવાની શકયતાઓ વધી છે. તેવા સમયે આપણા ખેડૂતોએ પકવેલ મગફળીનું સારા ભાવે વેચાણ થઈ શકે, યોગ્ય નિકાલ થાય તેના માટે સૂચનો નસોમાથ એ કર્યા છે.

આ વર્ષે વિશ્ર્વભરમાં કોવિડ ૧૯ મહામારીના સંદર્ભે આંતરરાષ્ટ્રીય વેપાર ડિસ્ટર્બ છે.તેમજ આપણા સીંગદાણા અને સીંગતેલની મુખ્ય ખરીદદાર દેશ ચીન છે.ચીન સાથે તંગદિલીને કારણે તે દેશમાં નિકાસ કરવામાં અડચણ તથા જોખમ આવી શકે છે. માટે નિકાસ બજાર માટે આપણે અન્ય દેશો તરફ નજર દોડાવવી પડશે. મોટાભાગની દરેકકૃષિ પેદાશોની નિકાસ પર ૬%થી ૧૦% જેટલા નિકાસ લાભ મળે છે માત્ર સીંગદણશ અને તેની પોકટ રજા નિકાસ પર કોઈ લાભ મળતા નથી. અમોએ વારંવાર આ મુદે દિલ્હી કોમર્સ મિનીસ્ટ્રીમાં રજૂઆત કરી છે. તદઉપરાંત ભૂતપૂર્વ બે કોમર્સ મિનિસ્ટર નિર્મલા સિતારામન તેમજ સુરેશપ્રભુ સાથે રૂબરૂ મુલાકાત કરી છે. પરંતુ હજુ કોઈ પ્રગતિ થઈ નથી તો મુખ્યમંત્રી અંગત રસ લઈ કેન્દ્ર સરકારમાં ભલામણ કરે તો કદાચ નિરાકરણ આવી શકે. સીંગદાણા અને તેની અન્ય પ્રોડકટસમાં વેલ્યુએડિશનની ઘણી જ તકો છે. મગફળી દૂધ, મગફળી લોટ ચોકલેટસ જેવી ઘી રોજીંદા વપરાશની ચીજો તેમાથી બની શકે છે. બોર્નવિટા, હોલિકસ જેવા શકિતવર્ધક પાવડરમાં પણ મગફળી પ્રોડકટ વપરાય છે.તો આવા વેલ્યુએડિશન નવા ઉદ્યોગો જો સૌરાષ્ટ્રમા સ્થપાય તો મગફળી સીંગદાણાનો વપરાશ વધે અને ખેડુતોને સારા ભાવ મળી શકે. આવા ઉદ્યોગો જો સૌરાષ્ટ્રમાં થાય તેના માટે કોઈક વિશેષ સવલતોની જાહેરાત કરવામાં આવે તો તે પણ ફાયદાકારક બની શકે.

સૌથી મહત્વનો મુદો આપણા ઘર આંગણે સીંગદાણા અને સીંગતેલનો વપરાશ વધારવાના પ્રયત્નો કરવા આપણે ત્યાં જે મગફળી પાકે છે. (સમગ્ર દેશમાં) તેમાંથી પીલાણ તથા પ્રતિવર્ષ આશરે ૭ થી ૮ લાખ ટન સીંગતેલ ઉત્પન્ન થાય છે. જયારે આપણા દેશમાં કુલ ૨૬૦ લાખ ટન ખાધતેલ ખવાય છે. આમ કુલ ખાધતેલના વપરાશમાં માત્ર ૦૩% જેટલું જ સીંગતેલ વપરાય છે. તેવી જ રીતે આપણા રાજય ગુજરાતની વાત કરીએ તો પ્રતિવર્ષ પંદર લાખ ટન ખાધતેલ વપરાય છે. તેમાં લગભગ ૧,૨૫,૦૦૦ ટન જેટલું સીંગતેલ ખવાય છે. જે લગભગ ૮% જેટલો હિસ્સો છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીની સ્થિતિ જોતા મગફળીનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ ૧૦ લાખ ટન જેટલુ વધારે ઉત્પાદન થવાની શકયતા છે. તે અતિરિકત ઉત્પાદનમાંથી ૦૬ લાખ ટન જેટલી મગફળી પીલાણમાં જાય તો આપણીપાસે બે લાખ ટન જેટલુ વધારે સીંગતેલ પ્રાપ્ત થાય અત્યાર જેવી પરિસ્થિતિમાં તેનો નિકાલ કરવો અસંભવ છે. માટે સીગદાણા અને સીંગતેલનો વપરાશ વધવો બહુજરૂરી છે. સીંગદારા અને સીંગતેલમાં ભરપૂર માત્રામાં પોષક દ્રવ્યો રહેલ છે. આમાનાં અમુક તત્વો તો બહુજ ઓછી શાકાહારી વસ્તુઓ ઉપલબ્ધ છે. અત્યારે કોરોના જેવી મહામારીમાં શરીરમાં રહેલ રોગપ્રતિકારક શકિત એ એક જ માત્ર ઈલાજ છે. ત્યારે સીંગદાણા અને સીંગતેલનો વપરાશ વધે તે માટે વ્યવસ્થિત જાહેર ઝુંબેશ બહુ જરૂરી છે. સહકારી માધ્યમથી આવો પ્રચાર થાય અને અત્યારે જે વપરાશ છે. તેમાં ૫ થી ૭% જેટલો વપરાશ વધે તો આ અતિરિકત ઉત્પાદનનો યોગ્ય ભાવે નિકાલ થઈ શકે અને ખેડુતોને તેમની નિપજના પોષણક્ષમ ભાવો મળી રહે.

તદઉપરાંત અમારી સંસ્થા દ્વારા આ વપરાશ વધે તે માટે જે પ્રયત્નો જેવા જાહેરાત ઝુંબેશ વિવિધ શહેરોમાં સેમિનાર, ડોકટરોએ ડાયેટીશન સાથેના વાર્તાલાપ વગેરેમાં જો સરકાર તરફથી આર્થિક સહયોગ મળે તો આ વાત તદન શકય છે. અને ખૂલ્લી બજારમાં જ જો મગફળીના સારા ભાવો મળી રહે તો સરકારને ટેકાના ભાવે ખરીદી કરવાની ઝંઝટમાંથી મૂકિત મળે આમ પણ ટેકાના ભાવની ખરીદી કરવામાં સરકારના ઉમદા ઈરાદા હોવા છતાં સરકારના ભાગે બદનામી જ આવે છે. તો અમારા આવા સુચનો પર ધ્યાન દેવામાં આવે તો સમગ્ર પરિસ્થિતિનું યોગ્ય નિરાકરણ આવી શકે તેમ સોમાના સમીરભાઈ શાહે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.