Abtak Media Google News
  • ઇન્ડસ્ટ્રીયલ પાર્ક  અથવા ઇન્ડસ્ટ્રિયલ ઝોન બનાવવા અને વિકસાવવા નાણાંની કોઈ ખેંચ ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ
  • ‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં ફાઈનાન્સ અને સબસિડીના ક્ધસલ્ટન્ટ રાજેશભાઈ સાવરીયાએ ઉદ્યોગને મળતી સરકારની સબસીડી વિકાસ માટે ખૂબ જરૂરી વિષય પર ચર્ચા કરી
  • Marutbhai

સમગ્ર વિશ્વમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા અર્થ વ્યવસ્થા અને અર્થતંત્રને વેગવંતુ બનાવવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહિત કરવા વિવિધ પોલિસીઓ અને સબસીડી લાવે છે જે અંગેની ચર્ચા અત્રે રજુ કરેલ છે.

પ્રશ્ન: કેન્દ્ર સરકાર 5 ટ્રિલિયન ડોલર ની અર્થવ્યવસ્થા માટે શુ ઔદ્યોગિકરણ જ કારગત નિવડશે?

જવાબ:  નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેને ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા હતા અને વાઇબ્રન્ટ ગુજરાત જેવી ખૂબ સારી વેન્ટ કરી હતી અને ભારતને પુરા વિશ્વના નકશા ની અંદર ઔદ્યોગિક સાહસ માં પ્લેટફોર્મ પુરું પાડવાનું કામ કરે છે.

પ્રશ્ન: હરણફાળ ઇન્ડસ્ટ્રીયલાયઝેશન  થઈ રહ્યું છે તો ભારતનું ભવિષ્ય શું હશે?

જવાબ: નાનામાં નાના ઉદ્યોગ સાહસિકો થી લઈને મોટામાં મોટા ઉદ્યોગ સાહસિકો માટે સારામાં સારુ ભારતમાં પ્લેટફોર્મ મળી રહ્યું છે પણ તકો છે, અને ચાઇના પછી ભારતનો ક્રમ આવે છે અને આપણા ઉદ્યોગસાહસિકો માટે સુવર્ણતક નો સમય છે.

પ્રશ્ન: ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની મહત્વતા શું છે?

જવાબ: ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મુખ્યત્વે રાજકોટમાં કોઈ કારખાનેદાર સેડમાં કારખાનું બનાવે છે તો તેને મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાનું કામ સરકારનું હોય છે. જેમ કે, તેમને સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે, લાઈટ, પાણી, ગટર, સારા કર્મચારી મળી રહે વગેરે બધી વ્યવસ્થાઓ ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રી ડેવલોપ થાય તેવું સરકાર ધ્યાન રાખતી હોય છે.

પ્રશ્ન: રીયલ પાર્ક ઉભો કરવામાં ઉદ્યોગકારોને જે પ્રશ્નો થઈ રહ્યા છે તે માટે મોનેટરી નુકસાન સાથે સાથે સમયનો નુકસાન થાય છે તો તેનો નજરીયો શુ છે?

જવાબ: ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલોપ કરવા વાળા લોકો અથવા બિલ્ડરને ઘણી બાબતોનો ખ્યાલ હોતો નથી. જો તેઓને ખ્યાલ હોય તો તેમને શંકા હોય છે કે સબસીડી મળશે કે નહીં પેપર વર્ક ઘણું મોટું હશે અથવા સરકારી ઓફિસો થી દૂર રહેવા માનસિકતા નીવડી છે પરંતુ, હાલમાં સરકારએ  નિર્ણય કારી સરકાર છે.

ગુજરાતને ઉચ્ચ સ્થાને સુધી લઈ જવા માટે ઘણી સારી નીતિ છે, બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઘણી સારી પોલિસીઓ છે જેમાં ઉદ્યોગકારોને ખૂબ લાભ મળે તેમ છે. ગુજરાતમાં લાભ માટેની ઘણી પોલિસીઓ આંકડાકીય રીતે પણ મોટી છે અને તેમની કાર્યવાહી પણ ખુબ સરળ હોય છે જેમાં તમે સીધા ઇન્ડસ્ટ્રીયલ કમિશનરને અથવા ઇન્ડસ્ટ્રીયલ કમિશનર કચેરીની મુલાકાત લઈને પણ માહિતી મેળવી શકો છો અથવા તજજ્ઞો પાસેથી પણ સલાહ લઈ શકો છો.

પ્રશ્ન: વનબંધુ તાલુકામાં ઇન્ડસ્ટ્રીયલ થાય તેના માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તે માટે શું લાભ મળે?

જવાબ: ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી ડેવલોપ થાય તો 25 ટકા કેટલી સબસીડી મળે છે અથવા વધુમાં વધુ 30 કરોડની સબસીડી મળે છે તેમાં શરતો એ છે કે જગ્યાએ 20 હેક્ટર થી વધુ હોવી જોઈએ એટલે કે 50 એકરથી વધુ જગ્યા પર ડેવલોપમેન્ટ થવું જોઈએ. વનબંધુ તાલુકાની વાત કરીએ તો તે વિસ્તારમાં ડેવલોપમેન્ટ માટે પાંચેક હેક્ટરથી વધુ જગ્યા હશે તો પણ આ મુજબ સબસીડી મળશે જેમાં 25 ટકા ની વધીને 50% સબસીડી મળશે અને વધુ માં વધુ 30 કરોડ સુધીની સબસીડી મળશે. જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકો આગળ વધે અને વધુમાં વધુ ઇન્ડસ્ટ્રી ડેવલોપ થાય તે હોય છે.

પ્રશ્ન: ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવું હોય તો મૂળભૂત જરૂરિયાતો શું-શું હોવી જોઈએ અને સવલતો તો શું હોવી જોઈએ?

જવાબ: ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવો હોય તો પચાસ એકરથી વધુ વિસ્તારનું પઝેશન હોવું જોઈએ એટલે કે 20 હેક્ટરથી વધારે જગ્યા હોવી જોઈએ અને ત્યાર પછી મ્યુઝિક લે આઉટ પ્લાન તૈયાર કરવો પડે અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે છે, જેમાં મુખ્યત્વે ખર્ચ જેવા કે ઇન્ટર્નલ રોડ બનાવો, પાવર પ્લાન્ટ બનાવો છો, સબ-પાવર પ્લાન્ટ બનાવો છો, વોટર ડિસ્ટ્રિબ્યુશન માટે, કોમન પાર્કિંગ કે વધારાની ફેસીલીટી જેવી કે બેન્ક્વેટ હોલ, કર્મચારીના રોકાણ માટે હોસ્ટેલ અથવા પ્રોજેક્શન માટે જે કંઈ ખર્ચ કરવાના છો તે પ્રોજેક્ટ સરકાર પાસે  પરવાના માટે જશે.

આ મળતી સબસીડી નું મુખ્ય લાભ એ છે કે પ્રોજેક્શન માટે જે કંઈ ખર્ચ કરવાના છો તે સરકાર પહેલેથી જ સબસિડીનો પરવાનો આપે છે જેને કારણે ડેવલોપર કે બિલ્ડર કે કોઈપણ પ્રોજેક્ટ કરનાર વ્યક્તિ સુરક્ષિત થઈ જાય છે કે સબસીડી તેમને પુરતી મળવા પાત્ર બને છે.

પ્રશ્ન: ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અથવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન બની ગયા પછી જે તે ઉદ્યોગકાર સરકારના સબસીડી કે સહાયનો લાભ કઈ રીતે લઈ શકે?

જવાબ: ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ડેવલપ કરવા માટે સરકાર સબસિડી આપે જ છે પરંતુ કોઈ વ્યક્તિ તેમાંથી એક વિસ્તાર અથવા એક પ્લોટ લઈને ડેવલોપમેન્ટ કરશે તો યુનિટ માટેના ખર્ચમાં સરકાર સહાય કરે છે જેમાં અલગ-અલગ ત્રણ કેટેગરીમાં તાલુકા દ્વારા વિવરણ કરેલું છે, કેટેગરી વન ટુ અને થ્રી ઘડીમાં જે કટલરી માં આવતા હશો તે મુજબ કેટેગરીમાં 10લાખ, 30 લાખ અને 35 લાખ એમ જુદા જુદા પ્રમાણેની કેટેગરી મળે છે. સાથે સાથે ઇન્ટરનલ સબસીડી પણ મળે છે 5%, 6% અને 7%; પાંચ વર્ષ માટે છ વર્ષ માટે અને સાત વર્ષ માટે તે રીતે લાભ મળે છે. જેનો આધાર કયા વિસ્તારમાં તમે ડોક્યુમેન્ટ કરો છો કે ના પર હોય છે જેમાં કેપીટલ સબસિડી અને ઇન્ટરનલ સબસીડી બંને મળે છે.

પ્રશ્ન: રાજકોટમાં આઈ. ટી.પાર્ક બનવા જઈ રહ્યું છે જેમાં બેંગ્લોર નોઈડા કે ગુણગાન શિવાય રાજકોટ માં આઈ. ટી.પાર્ક કેટલુ ફિઝીબલ બનશે ?

જવાબ: સરકારે હાલમાં જ આઇટી અને આઇટીઇએસ પોલીસી 2022 થી 2027 સુધી ની જાહેરાત કરી છે. રાજકોટ નહિ પરંતુ ગુજરાત માટે ખૂબ સુવર્ણતક છે. રાજ્ય સરકારની આઈટી પોલીસી 22 થી 27 છે,કર્ણાટક સરકાર 20 થી 25 કરતા ઘણી ઉત્તમ અને યુક્રેટિવ છે, પહેલા વધુમાં વધુ સબસીડી એક કરોડ જેવી મળતી હતી પરંતુ, 22-27 ની સબસીડી માં 200 કરોડ સુધીની સબસીડીની પ્રોવિઝન રહેલી છે.

આઇટી અને આઇટીઇએસ પોલીસી માં સરકારનો હેતુ એ છે કે આઈ. ટી. એક્સપોર્ટ છે જે 3 હજાર કરોડનું એક્સપોર્ટ 15 હજાર કરોડ સુધી લઈ જવું. ઈન્વેસ્ટરોને પણ આઇટીમાં રોકાણ માટેનું પ્રોત્સાહન આપવું જોઇએ કેમ કે તેમને માટે પણ સુવર્ણતક છે આઇટીમાં ઇન્ટરેસ્ટ સબસિડી આપશે અને ફેક્ટરી બની ગયા પછી કેપેક્ષ અને ઓપેક્ષ પોલીસ મુજબ કામ કરી રહ્યા છે ત્યારે ઇન્ટરેસ્ટ સબસિડી 7 ટકાથી લઈને વાર્ષિક એક કરોડ ની લિમિટ છે તો તે ખૂબ સરસ યોજના છે.

પ્રશ્ન: ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના પરવાના પછી નિયત કે ચોક્કસ સમયમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો રહે છે કે અથવા કાર્ય પૂર્ણ ન થાય તો શું સબસીડી મળવાપાત્ર રહેતી નથી?

જવાબ: સરકારના પ્રોજેક્ટના પરવાના પછી ત્રણ વર્ષની અંદર કાર્ય પૂર્ણ થઇ જવું જોઇએ પરંતુ કોઇપણ કારણોસર વિજ્ઞાન આવવાથી પૂર્ણ ન થાય તો વધુ એક વર્ષ સમય મર્યાદા આપવામાં આવે છે જેમાં સ્ટેટ લેવલની એમ્પાવર્ડ કમિટી વધુ નિરીક્ષણ કરતી હોય છે અથવા તો પ્રોજેક્ટ પૂર્ણ ન થાય તો સરકાર રેવન્યુ એરીયર તરીકે સબસીડી પાછી ખેંચી શકે છે.

ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 મુજબ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને ડેવલપ કરવા સબસીડી સરકાર તરફથી મળતી હોય છે ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં 50 એકરથી વધારે અથવા વીસ હેક્ટર થી વધારે જગ્યા પર ડેવલોપમેન્ટ કરો છો તો સરકાર તરફથી સહાય મળે છે જેમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ના વેચાણમાં જો સિમેન્ટના રસ્તા, ડામર રોડ, કમ્પાઉન્ડ હોલ, સ્ટ્રીટ લાઈટ, બેન્ક્વેટ હોલ વગેરે ઇન્ડસ્ટ્રી ને લગતી સુવિધાઓ પુરી પાડો છો તો સરકાર તરફથી સમય મળે છે અને મોટી એસ્ટેટ ડેવલપ કરો તો 25 ટકા જેટલી સબસિડી અથવા 30 કરોડની લિમિટમાં સબસીડી આપવામાં આવે છે.

આઇટી ક્ષેત્રે તમામને માટે સુવર્ણતક

રાજકોટમાં આઈ. ટી. પાર્કમાં જઈ રહ્યું છે જેમાં ગુજરાતને ઘણો લાભ મળવાનો છે અને વિદેશની કંપનીઓ પણ રોકાણ કરે તે માટે પોલીસે બનાવવામાં આવશે, કોઈ પણ નવી આઈડી કંપની બનાવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને તેમની પ્રોસેસમાંથી પાસ થઈને લાભ મળે છે.

ઉદ્યોગીકરણ ની દ્રષ્ટિએ રાજકોટની દિશાદર્શક સુચવતા રાજેશભાઈ

રાજકોટ ચારેબાજુથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરી રહ્યું છે જેમાં વધુમાં વધુ ગામડાઓ મર્જ થઈ ગયા છે અને ઉદ્યોગીકરણ માટે ખેતીમાંથી બિનખેતી થવા જઈ રહ્યું છે તે રીતે ઉદ્યોગીકરણ ની દ્રષ્ટિએ રાજકોટને ખૂબ લાભ મળશે અને ખૂબ આગળ વધે તે માટેના સરકાર દ્વારા પણ સતત પ્રયાસો કરવામાં આવે છે.

-:: સંદેશો::-

નવા સ્ટાર્ટઅપ માટેના ઉદ્યોગો માટે નવું સાહસ કરો છો તો ભલે તે નાના પાયે હોય કે મોટા પાયે; તે માટે લોકોએ કોઈપણ એક્સપોર્ટ નો સંપર્ક કરો જેથી કરીને ઉદ્યોગોને લગતી સરકારની પોલીસી અને સબસિડીનો લાભ ફોટો મેળવી શકે, કેમ કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફાયર સેફટી ના નિયમો અથવા ફૂડ સેફ્ટીને લઈને નિયમો હોય તે માટે માહિતી પૂરતી મળી રહે અને માહિતીના અભાવને કારણે પાછળથી પ્રોજેકટ બંધ કરવું પડે છે અથવા તો પ્રોજેક્ટને ડિસ્ટર્બ થાય છે, તો એક્સપોર્ટની એડવાઇઝ લઈ અથવા તો સંપૂર્ણ માહિતી લઈને આગળ વધવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.