Abtak Media Google News

બાલભવન ઓપન થીયેટરમાં છ દિવસીય મહોત્સવમા મા દુર્ગાના સાક્ષાત્કાર જેવા કાર્યક્રમોથી મળશે ધર્મોલ્લાસ

બંગાળી એસોસીએશન રાજકોટના પરિવારો દ્વારા તા . 30-09-2022 થી તા . 05-10-2022 દરમ્યાન  બાલભવન નરભેરામ ઓપન એર થીયેટર રેસકોર્ષ ખાતે 50 મા ગોલ્ડન જ્યુબેલી દુર્ગા મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ હાથ ધરાયેલ છે 15 દિવસ પહેલાથી આખાયે ભારત માં મા દુર્ગાના આગમનની તૈયારી કરવામાં આવે છે  તા.1-10-2022 ના રોજ બોધન પુજા- આગમની છે. આદ્રા નક્ષત્રમાં આ બોધન એટલે ઉદબોધન  દેવી દુર્ગાના આગમનની તૈયારી રૂપે પુજા અર્ચના કરવી તેવું થાય છે .

આખાયે  ભકિતમય માહોલનો અહેસાસ થતો હોય છે. આ મહોત્સવ નિમિત્તે મુખ્ય અતિથી પદે  રામકૃષ્ણ આશ્રમ , રાજકોટના અધ્યક્ષ સ્વામીજી નિખીલેશ્વરાનંદ્જી મહારાજ , પૂર્વ  મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી , મેયર પ્રદીપભાઈ ડવ , પૂર્વ મેયર બિનાબેન આચાર્ય ડો.ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ બીજેપી ઉપ પ્રમુપની  ભૂપતભાઈ બોદર , 30-09-2022ના શુક્રવારના મહા પંચમી ઉપલ્યે રાત્રીના 8-00 કલાકે મહોત્સવના પ્રારંભમાં રામકૃષ્ણ આશ્રમ , રાજકોટના અધ્યક્ષ સ્વામીજી નિખીલેશ્વરાનં મહારાજનું  મા દુર્ગાની સ્તુતિ અન્વયે એક ધાર્મિક પ્રવચન આપીને આ ઉત્સવને ખુલ્લુ મૂકવામાં આવશે.તા . 01-01-2022 ના મહા સસ્ઠી ના રોજ ખોડલધામના ચેરમેન  નરેશભાઇ પટેલ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેનાર છે જેમની સાથે અતિથી વિશેષ તરીકે સર્વ ડો . ધનસુખભાઈ ભંડેરી , પૂર્વ ચેરમેન  મ્યુનિ.ફાઇનાન્શ બોર્ડ , જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુ . રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ , તથા , રાજકોટ મ્યુનિ , કમિશ્નર અમિત અરોરા ઉપસ્થિત રહેનાર છે.

રાત્રીના 8-00 વાગ્યે શ્રી મા દુર્ગાના આગમન  દુર્ગાની વધામણી કરવા પૂજા વિધિ રાખવામાં આવેલ છે. 50 માં વર્ષની ઉજવણીમાં મા દુર્ગા ની અજોડ પ્રતિમા (મૂર્તિ) દુર્ગાની મુર્તિને અનોખુ રુપ ખાસ શણગાર સાથે રાજકોટમાંજ કોલકતાથી આવેલ ખાસ કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય તેના દર્શનનો લહાવો લેવાનો અચૂક લાભ લેવા. આ ઉત્સવ દરમ્યાન બંગાળી પરિવારો દ્વારા તા.30-09 થી તા.4-10 દરરોજ સાંજના ભાગમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો  તા.05-10ના  રોજ દશેરા નિમિત્તે શ્રી શ્રી મા દુર્ગામાની મૂર્તિનું વિસર્જન બપોરના 4-00 વાગ્યે કરવામાં આવશે. આ મહેત્સવને સફળ બનાવવામાં બંગાળી એસોસીએશન રાજકોટ (બીએઆર) તથા દુર્ગા પૂજા આયોજન કમિટીનાના સમગ્ર હોદેદારો એક મહિનાથી રાત દિવસ તનતોડ જહેમત ઉઠાવી રહયા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.