Abtak Media Google News
  • બેંગલુરૂ જી-20 બેઠકની યજમાની કરવા માટે તૈયાર: નાણાંકીય સંરચના પર ચર્ચા
  • ભારતનો ઉદ્દેશ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના થીમ દ્વારા વૈશ્વિક પ્રાથમિકતાઓ માટે એક કોમન પાથ એટલે કે સમાન માર્ગ બનાવવાનો છે

પ્રથમ જી-20 ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝ (એફસીબીઓ) મીટિંગ 13-15 ડિસેમ્બર દરમિયાન બેંગલુરૂમાં યોજાવા જઇ રહી છે. આ મીટિંગમાં ભારતની જી-20ની અધ્યક્ષતા હેઠળ ફાઇનાન્સ ટ્રેક એજન્ડા પર ચર્ચાની શરૂઆત કરવામાં આવશે. આ મીટિંગની યજમાની નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.
જી-20 દેશોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેન્કના ગવર્નરોની આગેવાની હેઠળ તૈયાર થયેલો જી-20 ફાઇનાન્સ ટ્રેક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે વૈશ્વિક આર્થિક ચર્ચાઓ અને નીતિઓના સંકલન માટે એક અસરકારક ફોરમ પૂરું પાડે છે. નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેન્કના ગવર્નરોની પ્રથમ મીટિંગ 23-25 ફેબ્રુઆરી, 2023 દરમિયાન બેંગલુરૂમાં યોજાશે.

જી-20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંકના ડેપ્યુટીઓની આગામી મીટિંગની સહ-અધ્યક્ષતા આર્થિક બાબતોના વિભાગના સચિવ અજય સેઠ અને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ડો. માઇકલ ડી. પાત્રા કરશે. જી-20ના સભ્ય દેશો તેમજ અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના તેમના કાઉન્ટરપાર્ટ્સ એટલે કે સમકક્ષોને ભારત દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે, જેઓ પણ આ બે દિવસીય મીટિંગમાં હિસ્સો લેશે.

જી-20 ફાઇનાન્સ ટ્રેક વૈશ્વિક અર્થતંત્રને સુસંગત મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરે છે, જેમાં વૈશ્વિક આર્થિક દ્રષ્ટિકોણ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંરચના, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ધિરાણ, સસ્ટેનેબલ ફાઇનાન્સ, વૈશ્વિક આરોગ્ય, આંતરરાષ્ટ્રીય કરવેરા અને નાણાકીય સમાવેશ સહિત નાણાકીય ક્ષેત્રના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
બેંગલુરૂમાં આયોજિત થનારી મીટિંગમાં મુખ્યત્વે ભારતીય જી-20 અધ્યક્ષતા હેઠળ ફાઇનાન્સ ટ્રેક માટેના એજન્ડા પર ચર્ચાઓ કરવામાં આવશે.

તેમાં, 21મી સદીના સહિયારા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓનું પુન:નિર્માણ, ભવિષ્યના શહેરો માટે ધિરાણ, વૈશ્વિક દેવાંઓની નબળાઈઓનું સંચાલન, નાણાકીય સમાવેશ અને પ્રોડક્ટિવિટી ગેઇન્સમાં વધારો, ક્લાઇમેટ એક્શન અને જઉૠત માટે ધિરાણ, અનબેક્ડ એટલે કે બિનસમર્થિત ક્રિપ્ટો એસેટ્સ માટે વૈશ્વિક સ્તરે સંકલિત અભિગમ અને આંતરરાષ્ટ્રીય ટેક્સેશન એજન્ડાને આગળ વધારવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

પેનલ ડિસ્કશન યોજવામાં આવશે

‘21મી સદીના સહિયારા પડકારોને પહોંચી વળવા માટે મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ બેન્કોને મજબૂત બનાવવી’ના વિષય પર પેનલ ડિસ્કશન યોજવામાં આવશે. ‘ગ્રીન ફાઇનાન્સિંગમાં સેન્ટ્રલ બેન્કોની ભૂમિકા’ વિષય પર સેમિનાર પણ યોજાશે.
ભારતીય જી-20 અધ્યક્ષતાની થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ જી-20 ફાઇનાન્સ ટ્રેકની ચર્ચાઓને માર્ગદર્શન આપશે. ભારતના અનેક સ્થળોએ ફાયનાન્સ ટ્રેકની લગભગ 40 મીટિંગો યોજાશે, જેમાં જી-20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની મીટિંગો સમાવિષ્ટ છે. જી-20 ફાઇનાન્સ ટ્રેકમાં થયેલી ચર્ચાઓ આખરે જી-20 નેતાઓની ઘોષણામાં પ્રતિબિંબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.