Abtak Media Google News

એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી કોથમીર ખાઇને ઉપર પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટરોલ ઘટે છે. એનાથી લોહીનો વહન કરનારી નશો પણ સાફ કરે છે. કોથમીર દરેક સલાડ, શાક, દાળ, કે ફરસાણ સાથે ભેળવીને પણ ખાઇ શકાય.કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરવા માટે તેલ, ધી અને માખણ બંધ કરવા. આથી રોટલી ન ખાતાં રોટલાં ખાવા. શાક પણ બાફેલાં ખાવાં.

લોહીમાં કોલેસ્ટરોનું પ્રમાણ કાબૂમાં રાખવા ખાટા પદાર્થો જેવાં કે લીંબુ, આમળાં, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા. આમલી, ખાટી દ્રાક્ષ વગેરેનું સેવન લાભદાયી છે. દરરોજ સવાર-સાંજ એક મૂઠી શેકેલા છોતરાં સાથેના ચણા ખાવાથી કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને હૃદયરોગ થવાની શક્યતા મટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.