Abtak Media Google News

તૈયાર થયેલી તમામ કૃતિઓ જાહેર જનતા ૧૫મીએ નિહાળી શકશે

દીવ બાલભવન દ્વારા નવરાશની પળોમાં બાળકો માટે રાખી મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં માસ્ક ડિઝાઈનનો ક્ધસેપ્ટ નિહાળી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. બેસ્ટ ફોર્મ વેસ્ટ સ્પર્ધાની તમામ કૃતીઓ જાહેર જનતા માટે તા.૧૫ના રોજ બાલભવનમાં રાખવામાં આવશે.

Camscanner 08 04 2020 17.16.19 1

દીવ કલેકટર સલોની રાય ના માર્ગદર્શન હેઠળ બાલ ભવન દીવ વર્ષ દરમિયાન વિવિધ અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરતું રહે છે  લોક ડાઉન તથા અનલોકમાં જ્યારે બાળકો બાલભવન જઈ  શકતા નથી ત્યારે તેમની સમસ્યાને ધ્યાનમાં રાખી બાલ ભવન દીવ તરફથી વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા બનાવવામાં આવી હતી બાળકોને ઘરે બેઠા પ્રવૃત્તિમાં જોડી રખાય,  તેમની પાસેથી ઉત્તમ પ્રકારનું કામ લેવામાં આવ્યું છે.

Camscanner 08 04 2020 17.16.19 3

જેમાં રાખી મેકિંગ માસ્ક મેકિંગ, અમરેલા પેઇન્ટિંગ વગેરે ઓનલાઇન શીખવવામાં આવે છે તાજેતરમાં બાળકોએ અવનવી રાખડી બનાવી હતી પરંતુ તેમાં માસ્ક ની ડિઝાઇન નો ક્ધસેપ્ટ ઉપર બનાવેલી રાખડી એ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે માસ્ક મેકિંગ તથા અમરેલા પેઇન્ટિંગમાં જે કૃતિઓ તૈયાર થઈ છે તે દીવ આર્ટ ગેલેરી પાર્કિંગ જે દીવમાં જાહેર જનતા માટે વેચાણ માટે રાખવામાં આવી છે.

Camscanner 08 04 2020 17.16.19 2

લોકડાઉન  દરમિયાન બાલ ભવન દીવ તરફથી best from waste સ્પર્ધા રાખવામાં આવેલ જેમાં બાળકોએ ઘરે બેઠા બેઠા જ વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ બનાવી છે તૈયાર થયેલ આશરે ૫૦ જેટલી કૃતિઓ બાલ ભવનમાં જમા થઈ ગઈ છે અને આ દરેક કૃતિઓનું પ્રદર્શન ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૦ ના ૧૦:૩૦ પાર્કિંગ માં યોજવામાં આવશે જેનું ઉદઘાટન ન્યુ કલેકટર શ્રીમતી સલોની રાય ના વરદ હસ્તે કરવામાં આવશે જાહેર જનતાને સામાજિક અંતર. જળવાય રહે તેમજ માસ્ક પેહરી ને પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.