Abtak Media Google News

શિસ્ત, સહકાર અને શિક્ષણની ભાવના સાથે શ્રેષ્ઠતમ કામગીરી કરનાર હેડ બોય-ગર્લ્સ તે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે એવોર્ડ

રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે એક અલગ જ આયામ ઉભો કરનાર રાજકોટની પ્રિખ્યાત રાજકુમાર કોલેજ ખાતે તાજેતરમાં એનસીસી કેડેટ્સ માટે દેશની ત્રણ સુરક્ષા પાંખો આર્મી,  એરફોર્સ અને નેવીવિંગની રેન્ક સેરેમની રાજકુમાર કોલેજ ખાતે ગુજરાત એનસીસી સેક્ધડ બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ એસ.એમ. બિસ્તની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં યોજાયો હતો.આ ઉપરાંત અન્ય એક સમારોહમાં કોલેજના શિસ્ત, સહકાર અને શિક્ષણની ભાવનામાં શ્રેષ્ઠત્તમ કામગીરી કરનારા વિદ્યાર્થીઓને હેડ બોય અને હેડ ગર્લનો એવોર્ડ રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને તેમના પત્ની શ્રીમતી મિનલબેન ભાર્ગવની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, રેન્ક સેરેમનીના મુખ્ય અતિથિ કર્નલા એસ. એમ. બિસ્ત પિતાના પગલે ચાલીને ત્રીજી પેઢીના પેરાપર (બ્રિગ બીએસ બિસ્ટ, એસએમ, વીએસએમ)અને દાદા (કેપ્ટન રેવત સિંહ બિસ્ટ)ના પગલે ચાલીને પેરાટુપર તરીકે ફરજ  બજાવી હતી. કર્નલ બિસ્તે લદાખ, સિયાચીન, ગ્લેશિયરમાં વિશિષ્ટ સેવા આપી છે. તેઓને સેના મેડલ ઓપરેશન વિજય, કારગીલને સીઓએએસ પ્રશસ્તિપત્ર સાથે એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓપરેશના રક્ષક, કાશ્મીર માટે પણ સીઓએએસ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં પેરાશૂટમાં પ્રશિક્ષક રહી ચૂક્યા છે. તેઓ પેરા મોટર ફ્લાઇંગમાં લાયકાત ધરાવતા પ્રશિક્ષક છે અને નેપાળા પેરાગ્લાઇડિંગ અધિકારી તરીકે 2011 સુધી પપેરા સ્પેશ્યલ ફોર્સ સાથે સેવા આપી હતી. કર્નલ બિસ્તના બહેન રચના બિસ્તા રાવત પ્રખ્યાત લેખક છે. તેઓએ સશસ્ત્ર દળો પર ધ બ્રેબ્સ, કારગિલ, શૂટ ડાઇવ ફ્લાય વગેરે બેસ્ટ સેલર બન્યા છે. સમારોહમાં 26 જાન્યુઆરી 2020ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતમાં જુનિયર ડિવીઝન બેસ્ટ કેડેટ કેટેગરીમાં ગવર્નર મેડલ અને સમગ્ર દેશમાં સિલ્વર મેડલ મેળવનાર કોલેજના ભૂતપૂર્વ એનસીસી એર વિંગ કેડેટ સાર્જન્ટ ઉત્કર્ષ જાડેજાએ પસંગોચિતા વ્યક્તવ્ય આપ્યું હતું અને રેન્ક મેળવનાર તમામ એનસીસી કેડેટ્સને શુભકામનાઓ પાઠવી હતી.આ સમારોહમાં આમી =  વિંગમાંથી સાર્જન્ટ કરણ પટેલ, આર્મીવિંગ ગર્લ્સ તરફથી સાર્જન્ટ દિવા ઓડેદરા, એર વિંગમાંથી કેડેટ સાર્જન્ટ ચતિકેશ સોલંકી, નેવી વિંગમાંથી નાના ઓફિસર તરીકે સુવીરા બિસ્ટ, આર્મી વિંગમાંથી કોર્પોરલ લક્ષ્મણ સભાડ, આમી વિંગ ગર્ભમાંથી. લાન્સ કોર્પોરલ ક્રિશા મહેતા, એર વિંગ તરફથી લાયન્સ કોર્પોરલ કાવ્યા વાળા, નેવી વિંગમાંથી નાના ઓફિસર તરીકે આયુષ ચમડિયા, આર્મીવિંગમાંથી લાન્સ કોર્પોરલ મહર્ષિ વ્યાસ, આર્મીવિંગ ગર્ભમાંથી લાન્સ કોર્પોરલ રિશિકા દત્તાણી, એર વિંગમાંથી લીડીંગ ફ્લાઇટ કેડેટ કર્મરાજસિંહ જાડેજા, નેવી વિંગમાંથી લીડીંગ કેડેટ્સકેડેટ તન્મય દવે, આમી વિંગ માંથી બે ટ ક ડ ટ હર્ષવર્ધનસિંહ જેઠવા, આર્મી વિંગા ગર્ભમાંથી બેસ્ટ કેડેટ શિવપ્રિયા કછવા, એર વિંગ બેસ્ટ કેડેટ રિયા જેન અને નેવી વિંગ તરફથી બેસ્ટ કેડેટ કેયા હેરમા ને રેન્ક એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન ગર્લ્સ કેડેટ રેની લાલાણીએ કર્યું હતું.

Untitled 2 40

અંતમાં રાજકુમાર કોલેજ તરફથી હીઝ હાઇનેસ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજકુમાર કોલેજ ખાતે યોજાયેલા અન્ય એક સમારોહમાં પોલીસ કમિશનર રાજ ભાર્ગવ, તેમની પત્ની શ્રીમતી મિનલબેન ભાર્ગવની વિશેષ ઉપસ્થિતીમાં શિસ્ત, સહકાર અને શિક્ષણની ભાવનામાં શ્રેષ્ઠત્તમ કામગીરી કરનારા વિદ્યાર્થીઓને હેડ બોય અને હેડ ગર્લ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

Untitled 1 121

આ સમારોહમાં રાજકોટ સ્ટેટના હીઝ હાઇનેસ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, હર હાઇનેસ કાદંબરીદેવીજી, ભાવનગરના મહારાજ રાવ હીઝ હાઇનેસ વિજયરાજસિંહજી, લીંબડી સ્ટેટના રાજવી હીઝ હાઇનેસ ઠાકોર સાહેબ જયદિપસિંહજી, ધ્રોલ સ્ટેટના રાજવી હીઝ હાઇનેસ ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી, હર હાઇનેસ પ્રમિલાદેવી ઓફ ધ્રોલ, લાઠી સ્ટેટના ઠાકોર સાહેબ કિરીટસિંહજી, રાણી સાહેબ ઉષાદેવીજી ઓફ લાઠી, ચુડા સ્ટેટના ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી, મુળી સ્ટેટના ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી અને રાજકુમાર કોલેજના એટીંગ પ્રિન્સીપાલ ચાકો થોમસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં હેડ બોય તરી તેજ સોલંકી અને હેડ ગર્લ તરીકે આર્યા ગઢવીની પસંદગી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.