Abtak Media Google News

સૌરાષ્ટ્રના 4.01 લાખ વિદ્યાર્થીઓ સહિત રાજયના 16.55 લાખ છાત્રોની કસોટી: કુમ કુમ તિલક કરી, મોઢા મીઠા કરાવી છાત્રોને આવકારશે

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક બોર્ડ દ્વારા આવતીકાલથી ધોરણ 10 અને ધોરણ 1રની પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રના 4.01 લાખ સહિત રાજયના 16.55 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડ દ્વારા એકશન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજકોટ જીલ્લાના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉ5રાંત 10 સ્થળોએ હેલ્પલાઇન સેન્ટરો પણ શરુ કરી દેવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓને મોઢા મીઠા કરાવી, કુમ કુમ તિલક કરી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા આવકારવામાં આવશે. આજે વિઘાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા માટે જે તે શાળાઓએ ઉમટી પડયા હતા.

કાલથી બોર્ડની પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે. જેમાં ધોરણ 10 ના વિઘાર્થીઓ માટે ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવશે. જયારે ધોરણ 1ર માં સામાન્ય પ્રવાહમાં નામાના મુળ તત્વો અને ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. રાજયમાં કુલ 9,56,753 વિદ્યાર્થીઓ એસએસસીની 5,65,753 વિદ્યાર્થીઓ એચએસસી સામાન્ય પ્રવાહની જયારે 1,26,896 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આવશે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના 4,01,956 છાત્રો બોર્ડની પરીક્ષા આપવા સજજ થઇ રહ્યા છે.

સૌરાષ્ટ્રના જિલ્લાવાઇઝ બોર્ડની પરીક્ષાર્થીઓની સંખ્યા પર નજર કરવામાં આવે તો અમરેલી જિલ્લાના 20,378 છાત્રો ધોરણ 10 ની, 1ર,616 છાત્રો, ધોરણ 1ર સામાન્ય પ્રવાહ અને 1718 છાત્રો વિજ્ઞાન પ્રવાહની, જામનગર જિલ્લામાં 17607 વિઘાર્થીઓ ધો. 10 ની 10,663 છાત્રો, ધો.1ર સામાન્ય પ્રવાહ અને 1705 છાત્રો ધો. 1ર વિજ્ઞાન પ્રવાહની જુનાગઢ જિલ્લામાં 25,910 વિદ્યાર્થીઓ ધો. 10 ની 15,770 વિઘાર્થીઓ ધો. 1ર સામાન્ય પ્રવાહની, 2,791 છાત્રો ધો. 1ર વિજ્ઞાન પ્રવાહની, ભાવનગર જિલ્લામાં 39,728 વિદ્યાર્થીઓ ધો. 10ની, 24,292 છાત્રો ધો.1ર સામાન્ય પ્રવાહી, 5177 છાત્રો ધો. 1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે.

જયારે રાજકોટ જિલ્લાના 47,606 છાત્રો ધો. 10 ની 29,744 છાત્રો ધો. 1ર સામાન્ય પ્રવાહની, 7067 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે. સુરેન્દ્રનગર જિલ્લાના 21,439 છાત્રો ધો. 10 ની, 13,698 છાત્રો ધો.1ર સામાન્ય પ્રવાહની અને 1244 છાત્રો ધો.1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે. પોરબંદર જિલ્લામાં 8191 વિદ્યાર્થીઓ ધો.10ની, 5095 વિઘાર્થીઓ ધો.1ર સામાન્ય પ્રવાહ અને 424 છાત્રો ધો.1ર વિજ્ઞાન પ્રવાહની, બોટાદ જિલ્લામાં 10,414 વિઘાર્થીઓ ધો. 10 ની 6788 વિદ્યાર્થીઓ ધો.1ર સામાન્ય પ્રવાહ અને 785 છાત્રો ધો.1ર વિજ્ઞાન પ્રવાહની, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 9353 છાત્રો ધો. 10 ની, 4893 વિઘાર્થીઓ ધો. 1ર સામાન્ય પ્રવાહ અને 421 છાત્રો વિજ્ઞાન પ્રવાહની પરિક્ષા આપશે. ગીર સોમનાથ જિલ્લામાં 18,798 વિઘાર્થીઓ ધો. 10 12,885 છાત્રો ધોરણ 1ર સામાન્ય પ્રવાહ અને 1386 છાત્રો ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહની જયારે મોરબી જીલ્લામાં 13,807 છાત્રો ધોરણ 10 ની 7909 છાત્રો ધો.1ર સામાન્ય પ્રવાહ અને 1654 વિઘાર્થીઓ ધો.1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્રના 2,33,231 વિઘાર્થીઓ ધોરણ 1ર ની 1,44,353 વિદ્યાર્થીઓ ધોરણ 1ર સામાન્ય પ્રવાહની અને 24,372 વિઘાર્થીઓ ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર સજજ થઇ ગયું છે.

વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના યોગ્ય અને નક્કર ઉકેલ માટે રાજકોટ જિલ્લામાં જુદાં જુદાં 10 સર્વાંગી વિકાસ સંકુલો ખાતે હેલ્પલાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. કૈલાએ વિદ્યાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પરીક્ષાલક્ષી કોઈ પણ મુંઝવણ કે સમસ્યા સમયે વિદ્યાર્થીને સંબંધિત વિસ્તાર પ્રમાણે આવેલા સર્વાંગી વિકાસ સંકુલો ખાતે શરૂ કરવામાં આવેલા હેલ્પલાઈન સ્થળોએ વિદ્યાર્થીઓ રૂબરૂ અથવા સંયોજકશ્રીનાં મોબાઈલ નંબર ઉપર ટેલીફોનીક સંપર્ક કરી સમસ્યાનું સમાધાન મેળવી શકે છે.

રાજકોટમાં સ્વામિ વિવેકાનંદ સર્વાંગી વિકાસ સંકુલ – શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇ., સંયોજક સોનલબેન ફળદુ મો.92282 74695, રાજકોટ માં મહર્ષિ ગૌતમ સર્વાંગી વિકાસ સંકુલ,  એચ. એલ. ગાંધી વિદ્યાલયનાં સંયોજક  સંજયભાઈ પંડ્યા – મો. 99250 30310,     રાજકોટ મા વિસ્તાર મહર્ષિ સાંદીપની સર્વાંગી વિકાસ સંકુલ –  પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલ, સંયોજક તુષારભાઈ દવે મો. 94274 33339, રાજકોટ મા શહેર તથા તાલુકા વિસ્તાર મહર્ષિ ભગીરથ સર્વાંગી વિકાસ સંકુલ, શૈફી હાઈસ્કુલ સંયોજક અમરશી ચંદ્રાલા મો. 98989 94593, પડધરી, લોધીકા તથા રાજકોટ વિસ્તાર મહર્ષિ જમદગ્નિ સર્વાંગી વિકાસ સંકુલ,  કેતન ક્ધયા વિદ્યાલય, રાજકોટ સંયોજક કિશોરભાઈ હિરપરા મો. 96245 94768, ગોંડલ, કોટડા સાંગાણી વિસ્તાર મહર્ષિ વિશ્વામિત્ર સર્વાંગી વિકાસ સંકુલ –  આર.એલ અમૃતિયા હાઈસ્કુલ, ત્રાકુડા, તા. ગોંડલનાં સંયોજક એસ. સી. બરોચિયા – 98795 33069, જસદણ તથા વિંછીયા વિસ્તાર મહર્ષિ મૈત્રેય સર્વાંગી વિકાસ સંકુલ – સરકારી માધ્યમિક શાળા, કાંસલોલીયાનાં સંયોજક કાલીન્દીબેન જાની – 94281 55856,ધોરાજી, જામકંડોરણા વિસ્તાર મહર્ષિ દધીચિ સર્વાંગી વિકાસ સંકુલ, શ્રી ભગવતસિંહજી હાઈસ્કુલ, ધોરાજી સંયોજક મહેશભાઇ મકવાણા મો. 98252 95016,

ઉપલેટા વિસ્તાર મહર્ષિ ભારદ્વાજ સર્વાંગી વિકાસ સંકુલ, વલ્લભ વિદ્યાલયનાં સંયોજક  એમ.એચ. નારીયા – મો.94269 96380, જેતપુર વિસ્તાર મહર્ષિ વશિષ્ટ સર્વાંગી વિકાસ સંકુલ,  જલારામ હાઈસ્કૂલ વિરપુરના સંયોજક વી. ડી. નૈયા – મો.92283 69794 છે.

રાજકોટ જિલ્લાના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર 84696 38956 જાહેર

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનાં હિતાર્થે કાઉન્સિલીંગ માટે જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્યા હોય તો તેનું તુરંત જ નિરાકરણ લાવી શકાય તે માટે રાજકોટ જિલ્લામાં પરીક્ષા પહેલા જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,  કરણસિંહજી હાઈસ્કુલ, કરણસિંહજી રોડ, સીટી ગેસ્ટ હાઉસ સામે, રાજકોટ ખાતે કાઉન્સિલીંગ માટેનો જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ જિલ્લા કંટ્રોલ રૂમ આજથી તા.29 માર્ચ સુધી જાહેર રજાઓ સહિત સવારના 07.00 વાગ્યાથી શરૂ કરી રાત્રીના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. બોર્ડના કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો આ કંટ્રોલરૂમમાં 8469638956 ફોન નંબર પર સંપર્ક કરી શકશે.

બોર્ડની વેબસાઈટ www.gseb.org, બોર્ડનો ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-233-5500,”જીવન આસ્થા” ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-233-3330, સ્ટેટ રૂમ સંપર્ક નંબર 9909038768, 079 – 23220538 ઉપર પણ વિદ્યાર્થીઓ સંપર્ક સાધી શકે છે.

બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે કોઈ પણ જાતની પરેશાની ન અનુભવે તે માટે વીજ કંપની, એસ.ટી. વિભાગ, આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.