બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવમાં ખરાખરીનો જંગ જામ્યો

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રીયા મુલ્લાએ ખેલૈયાઓમાં જોમ ચડાવ્યો

રંગીલા રાજકોટની ઉત્સવ પ્રેમી જનતા અને ખાસ કરીને ખેલૈયાઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવનું આયોજન શનિવારે નાનામવા સકર્લ ખાતે પાર્થરાજ કલબના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતુ બાન લેબ્સ અને બામ્બુ બિટસના સંગાથે ખેલૈયાઓને ભરપૂર ઉત્સાહિત કરવા માટે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રિયા મુલ્લાએ ખાસ હાજરી આપી ખેલૈયાઓને ડોલાવ્યા હતા.

નવરાત્રીના નવ દિવસ સુધી અલગ અલગ રાસોત્સવમાં કલાના કામણ પાથરી વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસ ૧૦માં દિવસે જેની આતુરતા પૂર્વક રાહ જોતા હતા અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવ સતત ૧૬માં વર્ષે પણ ધમાકેદાર રાસોત્સવનું આયોજન કર્યું હતુ. અને આ રાસોત્સવમાં પ્રિન્સ પ્રિન્સેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ રાસોત્સવમાં વિજેતા થનાર ફસ્ટ, સેક્ધડ અને થર્ડ પ્રિન્સ તથા પ્રિન્સેસને બાઈક, એલ.ઈ.ડી. ટીવી, વોશીંગ મશીન સહિતના ઈનામોની વણઝારથી નવાઝવામાં આવ્યા હતા.

આ આયોજનને સફળ બનાવવા આયોજક અશોકભાઈ બગથરીયા, રાજુભાઈ બોરીચા, ભાજપ દંડક માજી નેતા, આશિષભાઈ વાગડીયા મધુવન કલબ ભાજપ કોર્પોરેટર વોર્ડ નં.૧, સંદીપભાઈ બગથરીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.