Abtak Media Google News

ભારતમાં એપલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યા બાદ એપલના સીઈઓ ટિમ કુક ભારત ઉપર ઓળઘોળ

એપલના સીઈઓ ટિમ કૂકે કંપનીના અર્નિંગ્સ કોલ દરમિયાન 20 વખત ભારતનું નામ લીધું. કૂકે કહ્યું કે ભારત એપલ માટે માત્ર એક વિશાળ બજાર જ નહીં બની શકે, પરંતુ એક મજબૂત ઉત્પાદન આધાર બનવાની ક્ષમતા પણ ધરાવે છે

આ કોન્ફરન્સ કોલમાં તેમની સાથે કંપનીનું સમગ્ર સિનિયર મેનેજમેન્ટ હાજર હતું. કંપનીએ હવે તેનું ધ્યાન ચીનથી હટાવીને ભારત તરફ વાળ્યું છે. કૂકે ગયા મહિને ભારતમાં મુંબઈ અને દિલ્હીમાં એક્સક્લુઝિવ સ્ટોર્સનું ઓપનિંગ કર્યું હતું.

કૂકે જણાવ્યું હતું કે, “બંને સ્ટોરની શરૂઆત શાનદાર રહી છે અને અમે આશા રાખીએ છીએ કે ભારતમાં બંને સ્ટોર્સ બાકીના વિશ્વ કરતાં વધુ સારા પરિણામો આપશે.”

એપલે માર્ચ ક્વાર્ટરમાં વેચાણ અને રેવન્યુના સંદર્ભમાં ભારતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપની વાર્ષિક ધોરણે ડબલ ડિજિટમાં ગ્રોથ થયો છે. ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરતાં કૂકે કહ્યું કે ભારતીય બજાર ઝડપથી વધી રહ્યું છે, જે જોઈને તેઓ આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું કે તેઓ તેમના ઓપરેશનલ ભાગને વિસ્તારશે. જેથી ગ્રાહક સેવામાં કોઈપણ પ્રકારની કમી ન રહે. કંપનીની એકંદર વૃદ્ધિમાં ભારતનું વધતું મહત્વ દર્શાવે છે. કૂકે કહ્યું, ’ભારતમાં મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં છે અને મને લાગે છે કે એપલ માટે ભારત શ્રેષ્ઠ બજારોમાંનું એક છે. ભારતના લોકોમાં જબરદસ્ત ઉર્જા છે.

એપલે એક વર્ષમાં ભારતમાં અનેક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખોલ્યા

એપલે ગયા વર્ષે 6 બિલિયન ડોલરના સ્માર્ટફોનનું વેચાણ કર્યું હતું. ભારતમાં એપલના સ્માર્ટફોન ઉત્પાદન માટે ઘણી કંપનીઓ તૈયાર છે અને અહીં સરળતાથી કર્મચારીઓ ઉપલબ્ધતાને કારણે ટિમ કૂક ભારત પર મોટો દાવ લગાવી રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવને કારણે એપલ ભારતમાં આઈફોન બનાવવા અને અહીંથી નિકાસ વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. હાલમાં, સૌથી વધુ આઈફોન ચીનમાં બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષમાં એપલે ભારતમાં ઘણા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખોલીને આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.