જાનકી બોડીવાલાને ફિલ્મ ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ આપ્યો હતો.
ગુજ્જુ અભિનેત્રી જાનકી બોડીવાલાની ફિલ્મ ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ આપ્યો હતો. જાનકી બોડીવાલાની વાત કરીએ તો તેણે એમએના સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી સ્કૂલનો અભ્યાસ અમદાવાદથી કર્યો છે અને ગાંધીનગરના ગોયનકા રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સથી બેચલર ઓફ ડેંટલ સર્જરીમાં ડિગ્રી મેળવી છે.
અજય દેવગણની ફિલ્મ ‘શૈતાન’માં અભિનેત્રી જાનકી બોડીવાલાએ અવ્વલ નંબરનું કામ કર્યું હતું. ફિલ્મમાં કિશોરી જેવી દેખાતી આ અભિનેત્રીએ અજય દેવગણ અને જ્યોતિકાની કિશોરવયની દીકરી જ્હાનવીની ભૂમિકા ભજવી હતી. પરંતુ ગુજરાતી સિનેમામાં કામ કરતા જાનકીને લાંબો સમય થઈ ગયો છે અને હાલમાં તે લગભગ 28 વર્ષની છે.
જાનકીના કરિયરની વાત કરીએ તો તેણે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી કરી હતી. આ ફિલ્મ ગુજરામાં સુપરહીત સાબિત થઇ હતી અને આ ફિલ્મના ઘણા ડાયલોગ આજે પણ લોકોના મોઢે સાંભળી શકાય છે. ‘છેલો દિવસ’ પછી જાનકીએ ‘ઓ તારી’ ‘તંબુરો’, ‘દોડ પકડ’, ‘છુટ્ટી જાયે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’, ‘બાઉ ના વિચાર’, ‘નાડી દોષ’ અને ‘વશ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું.
જાનકીને માતા-પિતા કર્યો સપોર્ટ
જાનકીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારા પિતા ભરત બોડીવાલા વકીલ છે અને માતા કાશ્મીરા બોડીવાલા ગૃહિણી છે. મારો નાનો ભાઈ ધ્રુપદ બોડીવાલા કેનેડામાં અભ્યાસ કરે છે. મારા અભિનય વ્યવસાયમાં મારા માતા-પિતાએ મને ખૂબ જ ટેકો આપ્યો છે. તે હંમેશા મને એવું કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેમાં મને આનંદ આવે છે. ઉલ્લેખનિય છે કે, જાનકી બોડીવાલાએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધામાં ટોપ-3માં પહોંચી હતી.