Abtak Media Google News

એલીમીનેટરમાં જીતનારી ટીમે આઈપીએલનાં ફાઈનલમાં પહોંચવા ૧૦મીએ ચેન્નઈ સામે બાથ ભીડવી પડશે

આઈપીએલ-૨૦૧૯નાં પ્રથમ કવોલીફાયર મેચમાં ગઈકાલે રોહિત શર્માની આગેવાની મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ચેન્નઈને પરાસ્ત કરી આઈપીએલનાં ફાઈનલમાં વટભેર એન્ટ્રી કરી લીધી છે. આજે વિશાખાપટ્ટનમ ખાતે રાત્રે ૮:૦૦ કલાકે દિલ્હી કેપીટલ અને હૈદરાબાદ સનરાઈઝર્સ વચ્ચે એલીમીનેટર જંગ જામશે. જેમાં હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે જયારે જીતનારી ટીમે ફાઈનલમાં પહોંચવા માટે ૧૦મીએ ચેન્નઈ સામે બાથ ભીડવી પડશે.

આઈપીએલનાં અંતિમ ચરણોમાં ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગઈકાલે રમાયેલા કવોલીફાયર મેચમાં મુંબઈ ઈન્ડીયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને પરાસ્ત કરી ચોથી વખત આઈપીએલનાં ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આજે વિશાખાપટ્ટનમ ખાતે રાત્રે ૮:૦૦ કલાકે દિલ્હી કેપીટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ જામશે. દિલ્હી કેપીટલ્સે આ વર્ષે ખુબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

એક તબકકે આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. શિખર ધવન અને શુકાની શ્રેયાંસ અય્યર ઉપરાંત રિષભ પંત સહિતનાં બેટસમેનો ફોમમાં ચાલી રહ્યા છે તો સામાપક્ષે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ડેવીડ વોર્નરની ગેરહાજરીમાં થોડી નબળી ચોકકસ પડી છે પરંતુ તેને આઈપીએલમાં શરૂઆતથી જ અંડર ડોગ માનવામાં આવી રહી છે. આજે એલીમીનેટર જંગમાં પરાસ્ત થનારી ટીમ આઈપીએલમાંથી બહાર ફેંકાઈ જશે તો બીજી તરફ જીતનારી ટીમે પણ ફાઈનલ સુધીનો સફર ખેડવા માટે આગામી ૧૦મી મેના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાવવું પડશે. આઈપીએલ-૨૦૧૯નો ફાઈનલ મેચ ૧૨મી મેનાં રોજ રમાશે. આજે એલીમીનેટરમાં ક્રિકેટ પ્રેમીઓને રોમાંચક મેચ માણવા મળે તે વાત નિશ્ચિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.