શું તમે પણ ઈન્સ્ટન્ટ લોન મોબાઈલ એપ્સનો ઉપયોગ કરો છો તો સાવધાન…ફસાઈ સકો છો દેવાની જાળમાં

ઝડપી અને સરળ લોનના ચક્કરમાં લોકોને દેવાના જાળમાં ફસાવી રહી છે ઈન્સ્ટન્ટ લોન એપ્સ

કોરોના મહામારી અને તેના પગલે કરાયેલ લોકડાઉનના સમયમાં ઘણા લોકોના ધંધા-રોજગાર અને નોકરી પર માઠી અસર પડી છે. આ સમયમાં લોકો જ્યારે આર્થિક સંગટનો સામનો કરી રહ્યાં છેે ત્યારે આ મુશ્કેલીના સમયમાં લોકોને પોતાની જરૂરીયાત પૂરી કરવા માટે ઝડપી અને સરળ લોન આપતી ઈન્સ્ટન્ટ લોન એપ્લીકેશન ખૂબ જ સુવિધાજનક લાગે છે. પરંતુ આ પ્રકારની લોન ભરપાઈ કરવામાં લોકો દેવાની જાળમાં ફસાય જાય છે અને તેમની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે.

ઈન્સ્ટન્ટ લોન એપ્લીકેશન શું છે અને તે કઈ રીતે કાર્ય કરે છે ?

આ એક પ્રકારનું સ્કેમ છે જેના દ્વારા લોકોને મોબાઈલ એપ્સના માધ્યમથી ખૂબ જ ઊંચા દરે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન આપવામાં આવે છે. ગૂગલ પ્લે સ્ટોર આવી ઘણી ફ્રોડ એપ્લીકેશન અવેલેબલ છે જેનું કોઈ બેંક અથવા એમબીએફસી સાથે જોડાણ નથી. આ એપ્સ દ્વારા લોકો પોતાની પર્સનલ ડીટેઈલ્સ, ત્રણ માસના બેંક સ્ટેટમેન્ટ, આધારકાર્ડ અને પાન કાર્ડ અપલોડ કરી ગણતરીની મિનિટોમાં રૂા.૧૦૦૦ થી લઈને રૂા.૫૦,૦૦૦ સુધીના લોન સાતથી પંદર દિવસ માટે મેળવી શકે છે. આ પ્રકારની લોનમાં વ્યાજદો દર ખૂબ જ ઊંચો હોય છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર મોબાઈલ એપ્સના માધ્યમથી આપવામાં આવતી તાત્કાલિક અને સરળ પર્સનલ લોનથી લોકોને સાવચેત રહેવા માટષ જણાવવામાં આવ્યું છે. આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પ્લેટફોર્મ્સ પર વ્યાજદો દર ખૂબ જ ઊંચો હોય છે અને સાથે વધારાના ચાર્જ પણ વસુલવામાં આવે છે. ઉપરાંત આવી એપ્લીકેશન લોન લેનારના ડેટાનો ખોટો ઉપયોગ કરે છે. આ કારણે કોઈ પણ એપ્લીકેશન દ્વારા લોન લેતા પહેલા તે કંપનીના બેક ગ્રાઉન્ડ અને ઓફર અંગે ચકાસણી કરવી જોઈએ.

આ ઉપરાંત આરબીઆઈ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું કે આપના કેવાયસી ડોક્યુમેન્ટ્સ કોઈ અજાણી વ્યક્તિ અથવા અનઅધિકૃત એપ્લીકેશન પર શેયર ન કરવા જોઈએ. સાથો સાથ આ પ્રકારની પ્રવૃતિ વિશે લો એનફોર્સમેન્ટ એજન્સી અથવા આરબીઆઈના સચેત પોર્ટલ (https://sachet.rbi. org.in)પર જાણ કરવી જોઈએ.

માહિતી: એડવોકેટ નિકેત પોપટ