Abtak Media Google News

એપલની સુરક્ષા હાઈ લેવલની ગણાય છે,પણ સિક્યોરિટી રિસર્ચર કાર્લ શાઉએ આઈફોનમાં એક બગ શોધ્યો છે જે WIFIમાં કોઈ પણ પ્રકારનો બગ હોય તો Iphoneમાં ઓટોમેટિક WIFI બંધ એટ્લે કે ડિસેબલ કરી નાખે છે. રિસર્ચર કાર્લ શાઉએ ટ્વીટ કરી કે, જો આઈફોન ‘%secretclub% પાવર’ નામના નેટવર્કમાં આવે છે તો, iphoneમાં wifi અથવા તેને લગતા અન્ય ફીચરનો ઉપયોગ નથી કરી શકાતો.

 કેટલાક વાઈફાઈ નેટવર્કમાં આ બગ ‘%’ સિમ્બોલની ઓળખ કરી લે છે. iphoneમાં વાઈફાઈથી % એક વાર આ ‘%p%s%s%s%s%n’ નામથી જોઈન થાય તો ડિવાઈસમાં વાઈફાઈ કનેક્ટ થતું નથી.ડિવાઈસ Reboot કર્યા બાદ પણ વાઈફાઈ ડિસેબલ રહે છે. આ બગ એર ડ્રોપ નેટવર્કિંગનો ઉપયોગ કરે છે અને બગ સિમ્બોલ પ્રોગ્રામિંગ ભાષામાં % ઉપયોગ કરવામાં આવે છે, જે વેરિએબલ્સ આઉટપુટ સ્ટ્રિંગમાં પરિવર્તિત કરે છે.

WIFI સબ સિસ્ટમમાં નેટવર્ક નામ SSIDને ઈન્ટર્નલ લાઈબ્રેરીમાં મોકલે છે, જે સ્ટ્રિંગ ફોર્મેટમાં કામ કરે છે. જે આરબીટરી મેમરી એટ્લે કે મનમરજી મેમરી લખવા અને બફર ઓવરફ્લોનું કારણ બને છે.તેનાથી મેમરી ખરાબ થાય છે અને iOS Watchdog પ્રોસેસ થતું નથી. જેથી ઉપયોગકર્તા માટે વાઈફાઈ ડિસેબલ થઈ જાય છે. એપલ આ બગ ફિક્સ કરવાનું કામ કરી રહી છે.

જો તમે iphone યુસર છો અને આ બગની દૂર રહેવા માગો છો તો તમે પોતાનાં iOS નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરી લો અને રાઉટરનું સેટિંગ્સ બદલી અને પાસવર્ડ સિક્યોર કરી લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.