Abtak Media Google News

કોરોના મહામારીના કપરા સમયમાં સતત ફરજ બજાવી મૃત્યુ સુધીનું 

જોખમ લેનારા કર્મચારીઓની સલામતી માટે સમાજને જાગૃત રહેવા અપીલ

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળના વીજ કર્મચારીઓ અત્યારે જાનની પરવાહ કર્યા વગર ફરજ બજાવે છે. કોરોના વોરીયર્સ વીજ કર્મચારીઓની સાથે સાથે પરિવાર પર પણ મૃત્યુ સુધીનું જોખમ છે ત્યારે વીજ કર્મચારીઓને સુરક્ષીત રાખવા કાળવી લેવાય તેવી માંગ ઉઠી છે.

કોરોના વોરીયર્સ વીજ કર્મચારીઓ ફરિયાદ નિવારણ ફોલ્ટ દૂર કરવા ફિલ્ડમાં જાય છે ત્યારે ઉતાવળના દબાણમાં ક્યારેક ક્યારેક અકસ્માતનો ભય રહે છે તેવા સંજોગોમાં સમાજનો સહકાર મળવો જોઈએ. વપરાશ મુજબનો લોડ દરેકે લઈ લેવો જોઈએ. વીજ કર્મચારીએ નેટવર્ક ફોલ્ટમાં સતત કાર્યરત હોય છે પરંતુ વપરાશકારોએ જનરેટર પણ વસાવવા જોઈએ.

વીજ બીલના નાણા શકય હોય તો ઓનલાઈન ભરવાના આગ્રહથી ઓફિસોની ભીડ ટાળી શકાય. ઘણી જગ્યાએ જનરેટરની સુવિધા હોવા છતાં ખરા સમયે કામ આવતા નથી તો જનરેટ તૈયાર રાખવા, મીટરમાં કોઈ કારણોસર શોર્ટ સક્રિટ થાય અને કરૂણ ઘટના ન સર્જાય તે માટે પ્રોટેકશન સીસ્ટમ વસાવવી. લોડ મુજબના વાયરીંગનો આગ્રહ રાખવો, કંપનીના મીટર પાસે સહેલાઈથી કર્મચારીઓ પહોંચી શકે તે માટે મીટર નજીકની જગ્યા સાફસુફ રાખવી, મીટરમાં કોઈપણ ખામી સર્જાય તો ખુલ્લી જગ્યામાં હોય તો તે રીપેર કરી શકાય. રાજકોટ જીબીયાના સેક્રેટરી બી.એમ.શાહ અને બી.એસ. પટેલની યાદીમાં પ્રજાજનોને વિદ્યુત કર્મચારીના હિતમાં સચેતતા રાખવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.