Abtak Media Google News

ઉંઘમાં અનિયમિત શ્ર્વસન અર્થાત ઓબસ્ટ્રકટીવ સ્લીપ એપનિયા એવી સમસ્યા છે જેના વિશે હજુ પૂર્ણ સઁશોધન થયું નથી

અબતક, રાજકોટ

બોલીવુડના નામાંકિત મ્યુઝિક કમ્પેઝર, ગાયક અને બોલીવૂડને ડિસ્કો ગીતોની ભેટ આપનારા બપ્પી લહેરી બહુ વિચિત્ર શારીરિક સમસ્યોને કારણે આપણી વચ્ચેથી ‘અલવિદા’ થયા. મેડિકલ સાયન્સ પણ હજુ ગોથાં ખાય છે એવો રોગ ઓ.એસ.એ. (ઓબસ્ટ્રેકટીવ સ્લીપ એપનિયા) શું છે, જેને બપ્પીદાનો જીવ લીધો ?

1પ ટકા પુરૂષો અને 1ર -13 ટકા સ્ત્રીઓ આ તકલીફથી પીડાય છે, છતાં સૌ એના પ્રત્યે દુર્લક્ષતા સેવે છે

ઓએસએ અંગે જે થોડું ઘણું સંશોધન થયું તે આ મુજબ છે. આપણે જયારે ગાઢ ઉંઘ માપતા હોઇએ ત્યારે શ્ર્વાસોચ્છશ્ર્વાસની ગતિ અને લયનું જળવાઇ રહેવું ખુબ જરુરી છે. ઓએસએ એક પ્રકારનો ડીસઓર્ડર છે જે શ્ર્વાસો શ્ર્વાસની ગતિ તથા લયને અનિયમિત કરી નાખે છે ને કયારેક એનાથી વ્યકિત મોતને ભેટે છે.

વ્યકિત જયારે વારંવાર શ્ર્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે ત્યારે આ ડીસ ઓર્ડર પોતાનો પ્રભાવ બનાવતો હોય છે. વ્યકિતનો ઉપરનો શ્ર્વાસ માર્ગ બ્લોક થઇ જાય, શ્ર્વાસની ગતિ અને લય અનિયમિત થાય ત્યારે ફેફસાને સમયસર ઓકિસજન ન મળે અને ફેફસાનું સંકોચન વિમોચન અટકી પડે ને આવું સતત થવાથી વ્યકિત મોતને ભેટે છે ! જે લોકો આ પ્રકારની તકલીફથી પીડાતી હોય તે મીઠી અને ખલેલ પડવા વગરની ઉંઘ માણી શકાતા નથી.

ઓ.એસ.એ. શું છે ?

મીઠી ઉંઘ વખતે ઘણા લોકો નસકોરાં બોલાવે છે પણ અમુક લોકોને ગળાની અંદરનાં સ્નાયુઓ, જીભનો પાછળનો ભાગ પૂર્ણ રીતે રીલેક્ષ ન થાય એથી શ્ર્વસન ક્રિયા ખોરંભાય છે જેથી ઓબસ્ટ્રકટીવ સ્લીપ એપનિયા (ઓએસએ) ની સમસ્યા ઉદભવે છે એવું તબીબી તારણ છે.

આ બીમારી માટે અનેક કારણો જવાબદાર છે જે વ્યકિત મેદસ્વી હોય અર્થાત ખૂબ વધુ વજન ધરાવતી હોય એને આ સમસ્યા થઇ શકે છે. ઉપરાંત ગળાના ઉપરના ભાગે, કાકડા પર સોજો આવી ગયો હોય, હ્રદયને લગતી કોઇ બીમારી હોય કે ચયાપચયની કિ્રયા બગડે, ડાયાબિટીશ વધે ત્યારે પણ આવું થઇ શકે છે.

ઓ.એસ.એ. ના લક્ષણો શું ?

આવા દર્દીઓ ખૂબ જ નસકોરાં બોલાવે છે, ખાસ કરીને તેઓ દિવસ દરમિયાન ઉંઘે ત્યારે પણ નસકોરાં બોલાવવાનું ચાલુ રાખે છે. આવા લોકો જયારે ઉંઘતા હોય ત્યારે શ્ર્વસન ક્રિયા નિયમિત ચાલવાને બદલે થંભીને અનિયમિત ચાલતા હોય એવું લાગે વારંવાર ઝબકીને જાગી જતા, ઉઠે ત્યારે મોં સાવ સૂકું લાગે, સવારે ઉઠે ત્યારે માથું દુ:ખે, મૂડ બદલાયા કરે, હાઇ બ્લડ પ્રેસર રહે વગેરે લક્ષણો જોવા મળે છે.

આ સમસ્યાનો ઇલાજ શું ?

તબીબોના મતે આવા દર્દીઓને ખુલ્લા મોંથી સૂવૂં જોઇએ, મોં ઢાંકીને શ્ર્વાસને અવરોધ થાય એમ ન સૂવું, કસરત કરવી, ખોરાક, સુવાની રીત સુધારવી, ડોકટરોએ એક માઉથપીસનો ઉપયોગ કરવા સૂચાયું છે જેનાથી નીચેનું જડબું આગળ રહે અને શ્ર્વસન નિયમિત થઇ શકે છેલ્લા ઉપાય તરીકે સર્જરીની પણ ભલામણ કરવામાં આવી છે.

સર્વોદય હોસ્પિટલ ફરીદાબાદના ડો. મનિષા મેંડીરત્તાએ જણાવ્યું કે પુરૂષોમાં લગભગ 15 ટકા અને સ્ત્રીઓમાં 1ર-13 ટકા આ સમસ્યાના દર્દી હોય છ. મોટે ભાગે લોકો આને સમસ્યા માનતા નથી ને એના પ્રત્યે દુર્લેક્ષ સેવે છે.

શું સમસ્યાને નિવારી શકાય ?

હા, નિયમિત રીતે શ્ર્વસન તંત્ર ચાલે, શુઘ્ધ હવા યોગ્ય પ્રેસરથી મળતી રહે તો આ સમસ્યા દૂર થઇ શકે, તબીબોએ કેટલાંક વસ્તુઓ પણ સૂચવી છે જે યંત્રોને લીધે નિયમિત શ્ર્વસન થઇ શકે.

શું આ સમસ્યા જીવલેણ છે?

હા, ચોકકસપણે તે જીવલેણ છે, જે રીતે બપ્પી લહેરીનું આ સમસ્યાથી અવસાન થયું તે રીતે અનેક લોકોના મૃત્યુ થયા હશે કેમ કે ફેફસાને શરીરનાં અંગોને ઓકિસજનનો પુરવઠો નિયમિત ન મળે તો મોત થઇ શકે છે.

આ પ્રકારની સમસ્યા દર્દીનું અકાળે અવસાન કરાવી શકે એટલી ગંભીર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.