Abtak Media Google News

હાલ શેરબજાર તુટી રહ્યું છે ત્યારે રોકાણકારો મેદાન છોડી ભાગી રહ્યા છે

શેરબજાર ધબાય નમ:..! વિતેલા અઠવાડિયામાં બી.એસ.ઇ.  નો સુચકાંક 59463 એટલે કે 60,000 પોઇન્ટથી નીચે બંધ રહ્યો છે. અદાણીનો હિડનબર્ગ ફિયાસ્કો, કંપનીઓનાં ત્રીજા ક્વાટરનાં નબળાં પરિણામો, ધંધા-પાણી મંદા..! જ્યારે બજારમાં મંદી આવે ત્યારે મંદીનાં એકસાથે હજાર કારણો બજારમાં ફરતા થઇ જાય. આ વખતે તો ડિસેમ્બર-22 માં બજાર ગુલાબી.. ગુલાબી અને તેજીથી લાલચોળ દેખાતું હતું. પરંતુ ઓક્ટોબર-22 થી જુઓ તો સરેરાશ ગ્રાફ ખાસ પ્રોગ્રેસીવ નથી.

કહેવાય છેને કે જ્યારે વરસાદની ભીની મોસમ આવે અને ખાબોચિયું ભરાય ત્યારે સેંકડો દેડકાં ડ્રાંઉ..ડ્રાંઉ કરીને પાણીમાં મજા માણતા હોય છે. પરંતુ જો તેમાં કોઇ બે-ત્રણ પથરા નાખે તો બધા દેડકાં કાગારોળ કરતાં ખાબોચિયું છોડીને કિનારે ભાગે..! આપણા શેરબજારનાં રોકાણકારો પણ આ ખાબોચિયામાંના દેડકા જેવા છે. હાલમાં બજાર તુટ્યું છે તો રોકાણકારો મેદાન છોડીને ભાગી રહ્યા છે.  વર્ષ 2023 માં અત્યાર સુધીમાં ઇજઊ સુચકાંક 2.8 ટકા તુટ્યો છે.જ્યારે નિફ્ટી -50 માં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આંકડા બોલે છૈ કે છેલ્લા છ મહિનામાં 38 લાખ ક્લાયન્ટ શેરબજારથી દૂર થયા છે. લોકડાઉનમાં શેરબજારમાં એન્ટ્રી કરનારા રોકાણકારોને શેરબજાર શું છે તે હવે સમજાયું હશે. બજારમાં સરેરાશ માસિક નવા એકાઉન્ટ ખુલતા હતા તેમાં વર્ષ-2023 માં આશરે 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ એક ઘટાડાનો ટ્રેન્ડ છે જે હજુ પણ યથાવત છૈ.

એકતરફ સ્થાનિક બજાર ફૂગાવાના ઘટાડાની રાહતનો દમ લઇ રહ્યું હતું ત્યારે જ અદાણીનાં ધડાકા થયા, એન.એસ.ઇ. નાં આંકડા કહે છે કે કેશ માકેટમાં નવેમ્બર-23 માં ટર્નઓવર 12,01,108કરોડનું હતું જે ડિસેમ્બર-23 માં ઘટીને 11,60, 846 કરોડનું અને જાન્યુઆરી-23 માં ઘટીને 10,20, 626 કરોડનું થઇ ગયું હતું. સરેરાશ દૈનિક ટર્નઓવર ફેબ્રુઆરી-21 માં 81235 કરોડનું હતું જે ફેબ્રુઆરી-23 માં 38 ટકા ઘટીને 50384 કરોડનું થઇ ગયું છે.  બી.એસ.ઇ. નું ઇક્વિટી ટર્નઓવર સપ્ટેમ્બર-22 માં 118132 રોડનું હતું જે જાન્યુઆરી-23 માં ઘટીને 68103 કરોડનું થઇ ગયું છે. જાન્યુઆરી-23 માં એન.એસ.ઇ.  ના કેશ માર્કેટ કેપમાં 12.17 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. કદાચ વિશ્લેષકો આ આંકડા ઉપરથી કહેતા હશૈ કે રોકાણકારોનો શેરબજાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

નિષ્ણાંતો એમ પણ કહે છે કે છેલ્લા બે દાયકામાં જ્યારે પણ મોટી તેજી આવી છે ત્યારબાદ એક સમયગાળો કોન્સોલિડેશનનો આવ્યો છે.

ઘણીવાર એવું બને છૈ કે સેન્સેક્સ સ્થિર રહે પણ અમુક બહુ ચચાર્ચામાં હોય તેવા બધા શૈરનાં ભાવ તળિયે જાય. આ સમયગાળામાં સમય વર્તે સાવધાન નહી થનાર નુકસાન ભોગવે છે. હજુ એક કે બે ક્વાટર સુધી બજારની આવી સ્થિતી રહે એવું વિશ્લેષકોનું માનવું છે. પણ આ સમયગાળામાં બજારમાં ટકી રહેવાવાળો વર્ગ કેટલો હશૈ તે એક સવાલ છે. એક મોટી ચિંતા એ છે કે છેલ્લા થોડા સમયમાં એચ.એન.આઇ. સેગ્મેન્ટનોકેશ માકેર્કેટમાં હિસ્સો 44 ટકા જેટલો ઘટ્યો છે. હાલમાં એન.એસ.ઇ. ખાતે રિટેલ રોકાણકારોનું ટ્રેડિંગ છેલ્લા આઠ મહિનાની સૌથી નીચી સપાટીએ છે. આ એવા આંકડા છે જે બજારને કદાચ ટકાવી રાખવામાં મુશ્કેલી ન સર્જે પણ નવી ઉંચાઇઐ લઇ જવામાં વિલંબ જરૂર કરે.

જો કે શેરબજારનાં ઇતિહાસમાં આવું પ્રથમવાર નથી થયું.  અગાઉ એવી પણ સ્થિતી ઉભી થઇ હતી કે બી.એસ.ઇ. સુચકાંક ઘટીને ક્યાં પહોચશે.

2008 ની મંદીમાં દિવાળીનાં જ દિવસો હતા અને સેન્સેક્સ દરરોજ 500 થી 1000 પોઇન્ટ તુટતો હતો ત્યારે શેરદલાલોની ઓફિસોમાં ચિંતા હતી કે આ સુચકાંક શુન્ય તો નહી થઇ જાય ને? જ્યારે કોવિડ-19 નાં કારણે વૈશ્વિક લોકડાઉન થયું ત્યારે પણ આ બજાર ક્યાં જઇને અટકશૈ તે નક્કી નહોતું પણ જ્યારે ઉંચકાયું ત્યારે બમણી ઝડપે ઉંચકાયું હતું. અંતે તો આ બજાર છે તે તેની દિશા આપમેળે નક્કી કરી જ લેશે..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.