Abtak Media Google News

કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના નારણસરી ગામે યુવકને મોઢે ડુચો આપી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રોકડ અને ધરેણા મળી રૂ. 1.85 લાખની લુંટ ચલાવી બે બુકાનીધારી શખસ નાશી છુટતા પોલીસે નાકાબંધી કરી લુંટારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંબઇ રહેતા અને ત્રણ દિવસથી ભચાઉ તાલુકાના નારણસરી ગામે વતન આવેલા અરવિંદભાઇ ગણેશભાઇ સાંઢા નામના વેપારી પોતાના માતા-પિતા અને પરિવાર સાથે અગાશી પર હતા ત્યારે બે બુકાનીધારી શખ્સે ભાણેજ શુભમને મોઢે ડુચો આપી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી રોકડા 10 હજાર અને પપ હજારના ધરેણાની લુંટ ચલાવી નાશી ગયાની પોલીસ ફરીયાદ જણાવ્યું છે. આ બનાવની લાકડીયા પોલીસ મથકના સ્ટાફને ઇન્ચાર્જ પી.આઇ. વી.એલ. પરમાર સહીતનો સ્ટાફ દોડી જઇ જિલ્લા ભરમાં નાકાબંધી કરી લુંટારુઓનું પગેરુ દબાવ્યુંં છે.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.