ભચાઉ: યુવકને પ્રેમજાળમાં ફસાવી યુવતીએ રૂ.7.69 લાખની કરી છેતરપિંડી

ભચાઉ તાલુકાના ચોબારી ગામે મિત્ર સાથે લગ્નવગર રહેતી યુવતિએ રોકડ અને ઘરેણા મળી રૂ.7.69 લાખની મત્તા તફડાવી નાશી ગયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભચાઉ નજીક ચોબારી ગામે રહેતો મહેશભાઈ વેલાભાઈ વરચંદ નામના યુવકે તેના જ ગામની શિવાનીબેન આહિર રોકડ અને ધરેણા મળી રૂ. 7.69 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોબારી ગામે રહેતી શિવાનીબેનના પ્રેમ લગ્ન મુંબઈ સ્થિત યશ બાલાસરા સાથે લગ્ન મરજી વિરૂધ્ધ થયેલ છે. તેવું તેના વાલીને જાણ કરતા યુવતિના પિતા, સરપંચ અને ગામના આગેવાનો શિવાનીબેનને ચોબારી ખાતે તેડી લાવ્યા હતા.

બાદ મહેશ અને શિવાનીબેન વચ્ચે મિત્રતા હોય અને શિવાની મુંબઈ સ્થિત યશ પાસે જવાની ના પાડતા શિવાનીએ પોતાના માતા-પિતા અને ગામના આગેવાનો મળી શિવાની પોતાની મરજીથી મહેશ સાથે રહેવા આવી હતી. બંને સાથે વોશીંગ મશીન ખરીદ કરવા ગયા ત્યારે શિવાની પાર્લરમાં ગઈ હતી ત્યાંથી રોકડ અને ધરેણા મળી રૂ. 7.69 લાખ તફડાવી નાશી ગયાની ફરિયાદમાં જણાવ્યું છે.

પોલીસે ઠગાઈનો ગુનો નોંધી નાશી છૂટેલી શિવાનીની શોધખોળ હાથ ધરી છે.