દ્વારકામાં ભડકેશ્ર્વર મહાદેવ મંદિરે પ્રથમવાર વખત છપ્પનભોગ મનોરથ

dwarka
dwarka

દ્વારકામાં અરબી સમુદ્રના કિનારે દરિયાની અફાટ જળરાશિ વચ્ચે બિરાજતા પૌરાણિક શિવાલય ભડકેશ્ર્વર મહાદેવ મંદિરે આજે સૌપ્રથમ વખત છપ્પન ભોગ મનોરથના અલૌકિક દર્શન મનોરથનું આયોજન ભડકેશ્ર્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ છે. મંદિરના પુજારી અમિતિગીરી ગૌસ્વામી દ્વારા જણાવ્યા પ્રમાણે આવતીકાલે સાંજે ૫ વાગ્યે શિવજીની મહાઆરતી સાથે રાત્રીના ૧૦ વાગ્યા સુધી છપ્પનભોગ મનોરથના દર્શન ખુલ્લા મુકાશે. આ સાથે મહાદેવને વિશિષ્ટ કુલ શૃંગારના દર્શન પણ યોજવામાં આવનાર છે. ભડકેશ્ર્વર મિત્ર મંડળના જીતેષ દાવડા સહિતના સેવાભાવી યુવા ઉત્સવ અંગે જહેમત ઉઠાવી રહ્યા છે.

દ્વારકાના પૌરાણિક શિવાલયોમાના એક એવા ભડકેશ્ર્વર મહાદેવ મંદિર એ દરિયાની વચ્ચે આવેલા વિશાળ ખડકના શિખર ઉપર આવેલ હોય સદીઓથી સમુદ્રના વિશાળકાય મોજાઓ, સુનામીઓ, આખર ગણાતી ભયંકર વાવાઝોડા સાથેની વર્ષાનો સામનો કર્યા છતા આ પૌરાણિક મંદિરને કુદરતી આફતોથી કોઈ જ નુકસાની પહોંચી નથી