ભાદરવી પૂનમે નાના અંબાજીમાં માઈ ભક્તોની ભીડ, જગદંબાના પ્રાતઃ કમળની સવારીના કરો દર્શન

હિતેશ રાવલ, સાબરકાંઠા:

આજે ભાદરવી પૂનમ નીમીત્તે રાજયભરના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે અંબાજી ખાતે વાતાવરણ ભક્તિમય થઈ ઉઠ્યું છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે. ત્યારે નાના અંબાજી તરીકે ઓળખાતા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં સ્થિત અંબાજી મંદિર ખાતે ભક્તો ઉમટી પડ્યા છે.

ખેડબ્રહ્મામાં જગત જનની જગદંબાના પ્રાતઃ કમળની સવારીના દર્શન કરવા માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. હજુ પણ યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. બોલ માંડી અંબે જય જય અંબેના નાદથી ખેડબ્રહ્મા વિસ્તાર ગુંજી ઉઠ્યો છે.