Abtak Media Google News

માતાને બચાવવા ગયેલી માસુમ પુત્રીને પણ દિયરે માર માર્યો: માતા – પુત્રી હોસ્પિટલમાં દાખલ

ભાડલાના રામળીયા ગામની પરણી તને દિયર સાથે સુવાળા સંબંધ રાખવાનો દબાણ સાથે પતિ અને માર માર્યાનો સામે આવ્યું છે. જેમાં માતાને બચાવવા જતા માસુમ પુત્રીને પણ દિયરે માર મારતા બંને માતા પુત્રીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત મુજબ ગ્રામળીયા ગામે રહેતી રેખાબેન દેવરાજભાઈ કનૈયા નામની પરણિતાને તેના દિયર વધુ કનૈયા સાથે સુવાળા સંબંધ રાખવા બાબતે પતિદેવ રાજ અને દિયર વજુએ માર માર્યાના આક્ષેપ સાથે રેખાબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ગઈકાલે રેખાબેને તેના પતિ દેવરાજને દિયર વજુ વિશે અડપલા કરતો હોવાની વાત કરતા દેવરાજે વજુ સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. જે બાબતે પરણીતા તાબે ન થતા પતિ અને ઢોર માર્યો હતો. માધાપર હુમલો થતાં સાત વર્ષની માસુમ પુત્રી જાહલ તેને બચાવવા માટે વચ્ચે પડી હતી ત્યારે વજુએ તેને પણ માર મારતા ઈજાઓ થઈ હતી. રેખાબેનના જણાવ્યા મુજબ તેના દિયર વજુભાઈની પત્ની સોનલ સાત વર્ષ પહેલા અન્ય શખ સાથે ભાગી ગઈ હતી.

પતિ અને દિયરે હુમલો કરતા પરણીતાને તેની પુત્રી બંને ઘવાયા હતા. જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ કરીને આગળની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.