Abtak Media Google News

Table of Contents

રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સવારથી ક્યાંક ધીંગી ધારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ: કાલાવડમાં સવારે ચાર કલાકમાં વધુ 8 ઈંચ સાથે 15 ઈંચ વરસાદ, ધોરાજીમાં પણ 6 ઈંચ ખાબક્યો: રાજકોટમાં 10 ઈંચ: સવારથી રાજ્યના 102 તાલુકાઓમાં વરસાદ

ઓગસ્ટ માસના મેઘરાજાના રૂસણાના કારણે સૌરાષ્ટ્ર પર દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં હતા પરંતુ સપ્ટેમ્બર માસના આરંભથી જ વરૂણ દેવે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં અનરાધાર વ્હાલ વરસાવવાનું શરૂ કરતા એક જ પખવાડિયામાં આખા વર્ષનું ચિત્ર ફરી ગયું છે. જળાશયોના સ્ત્રાવ વિસ્તાર એક પખવાડિયા પૂર્વે ક્રિકેટના મેદાનમાં પરિવર્તીત થયા હતાં ત્યાં આજે જળ વૈભવ હિલોળા લઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેમ મધરાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં સાંબેલાધારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેર અને જામનગર જિલ્લાના કાલાવડમાં 10 ઈંચથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. અનેક જળાશયો ઓવરફલો થઈ ગયા છે તો મોટાભાગના ડેમમાં પાણીની માતબર આવક થવા પામી છે. રાજકોટમાં ગઈકાલ મધરાતથી એકધારો વરસાદ વરસી રહ્યો હોવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા છે.

શહેરની જળ જરૂરીયાત સંતોષતા જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાય તો તેના માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. આજે સવારથી મેયર ડો.પ્રદિપ ડવ ફિલ્ડમાં નીકળી ગયા છે. આ લખાય રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાત પર એક સાથે ત્રણ-ત્રણ સીસ્ટમો સક્રિય થવાના કારણે ગઈકાલ સવારથી રાજ્યમાં સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 33 જિલ્લાના 212 તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લામાં સાર્વત્રીક વરસાદ પડ્યો છે. દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ પડ્યા બાદ મધરાતથી મેઘાનું જોર વધ્યું હતું. વીજળીના બિહામણા કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડતા હતો. સવાર સુધીમાં રાજકોટ જિલ્લામાં લોધીકામાં 136 મીમી, ગોંડલમાં 124 મીમી, ધોરાજીમાં 91 મીમી, રાજકોટમાં 99 મીમી, પડધરીમાં 79 મીમી, જેતપુરમાં 76 મીમી, કોટડા સાંગાણીમાં 72 મીમી, જામકંડોણરમાં 77 મીમી વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં 63 મીમી, મુળીમાં 64 મીમી, ધ્રાંગધ્રા અને સાયલામાં 25 મીમી, વઢવાણમાં 57 મીમી, મોરબીના ટંકારામાં 46 મીમી, હળવદમાં 40 મીમી, વાંકાનેર 23 મીમી અને મોરબીમાં 12 મીમી વરસાદ પડ્યો હતો.

જામનગર જિલ્લા પર મેઘરાજા જાણે ઓળધોળ થયા હોય તેમ 2 ઈંચથી લઈ 7 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. લાલપુરમાં 42 મીમી, જામજોધપુરમાં 79 મીમી, જોડીયામાં 137 મીમી, ધ્રોલમાં 165 મીમી અને કાલાવડમાં 176 મીમી વરસાદ પડ્યો હતો. આજે સવાર સુધીમાં કાલાવડમાં 7 ઈંચ વરસાદ વરસી ગયા બાદ સવારમાં 2 કલાકમાં વધુ 3 ઈંચ વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 102 મીમી, ખંભાળીયામાં 98 મીમી, પોરબંદરના કુતિયાણામાં 38 મીમી, પોરબંદરમાં 25 મીમી, રાણાવાવમાં 72 મીમી, જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રીક વરસાદ પડ્યો હતો. ભેંસાણમાં 59 મીમી, જૂનાગઢમાં 70 મીમી, કેસોદમાં 60 મીમી,માણાવદરમાં 44 મીમી, માંગરોળમાં 64 મીમી, મેંદરડામાં 38 મીમી, વંથલીમાં 60 મીમી, વિસાવદરમાં 64 મીમી, ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 45 મીમી, વંથલીમાં 18 મીમી જ્યારે કોડીનાર અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના વડીયામાં 64 મીમી, બગસરામાં 42 મીમી, ભાવનગર જિલ્લામાં પણ મેઘમહેર વરસી છે. ભાવનગર શહેરમાં 40 મીમી જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બોટાદ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ 1 ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. કચ્છમાં પણ હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ સુધી વરસાદ પડ્યો હતો.

ગત મધરાતથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું છે. આજે સવારથી જાણે રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં બારેમેઘ ખાંગા થયા હોય તે રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કાલાવડમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં 7 ઈંચ વરસાદ પડ્યા બાદ સવારે 2 કલાકમાં વધુ 3 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ધોરાજીમાં પણ છેલ્લા 26 કલાક દરમિયાન સાડા સાત ઈંચ જેટલો વરસી ગયો છે. રાજકોટમાં પણ 10 ઈંચથી વધુ વરસાદભાદરવામાં શ્રાવણના સરડવા જામ્યા…….જુઓ રાજકોટથી વરસાદના લાઈવ દ્રશ્યો પડ્યાના અહેવાલ મળી રહ્યાં છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોવાના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. મોટાભાગના જળાશયોમાં પાણીની ધીંગી આવક થઈ રહી છે. અનેક ડેમો છલકાઈ ગયા હોવાના કારણે લોકોને નીચાણવાળા વિસ્તારમાં અવર-જવર ન કરવા પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ગુરૂવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર લો-પ્રેશર, બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર: મોન્સુન ટ્રફ સાઉથ પોઝિશનમાં હોવાની સાથે સાથે ચોમાસુ ખુબજ સક્રિય હોવાના

કારણે રાજ્યભરમાં ચાર દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના: અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે તેવી શકયતા

રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સવારથી અનરાધાર વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં આગાહી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એક સાથે ત્રણ-ત્રણ સીસ્ટમ સક્રિય થવા પામી છે. બીજી તરફ ચોમાસુ પણ મજબૂત રીતે સક્રિય થવાના કારણે રાજ્યમાં ચાર દિવસ સતત વરસાદી વાતાવરણ રહેશે. આજે સવારથી રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતના તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ 9 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર જાણે રેડ એલર્ટ પર હોય તેવું લાગી રહ્યું છે.

Rain Monsoon 9 હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હાલ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર એક લો-પ્રેસર સર્જાયું છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાયેલ લોપ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે. મોન્સુન ટ્રફ સાઉથ પોઝિશનમાં છે. સાથે સાથે ચોમાસુ પણ ખુબજ સક્રિય છે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગથી કોંકણ સુધી એક ટ્રફ પસાર થઈ રહ્યો છે.Rain Monsoon 3

જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ઓડિસ્સા નજીક પહોંચ્યું છે અને જમીન તરફ આગળ વધી રહ્યું છે જેની અસરના કારણે આગામી 16મી સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં સાર્વત્રીક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, અરવલી, પંચમહાલ, ભરુચ, સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે અને અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Rain Monsoon 6

આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ,  દાદરા નગર હવેલી, મહેસાણા, સાબરકાંઠા, અરવલી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરુચ, સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. બુધવારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે જ્યારે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુરૂવારે પણ રાજ્યમાં સાર્વત્રીક વરસાદ પડશે.

Rain Monsoon 2

જેમાં બનાસકાંઠા, પાટણ, પોરબંદર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પર સ્થિર હોવાના કારણે ગઈકાલ રાતથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

19 જળાશયો ઓવરફલો: 62 ડેમમાં નવા નીરની આવક

આજી-3, વેરી, મોતીસર, ખોડાપીપર, સપડા, કંકાવટી, વાડીસંગ, રૂપારેલ, ઉમિયા સાગર, વર્તુ-1, કાબરકા સહિતના જળાશયો છલકાતા હેઠવાસના વિસ્તારોને સાવચેત કરાયા: ભાદર, આજી-1, ન્યારી-1 સહિતના 35 જળાશયોમાં પાણીની ધીંગી આવક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રવિવારે સવારથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ મધરાતથી મેઘાનું જોર વધ્યું છે. જાણે બારેમેઘ ખાંગા થયા હોય તે રીતે સૌરાષ્ટ્રભરના મોટાભાગના વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હેઠળ નોંધાયેલા 19 જળાશયો ઓવરફલો થઈ ગયા છે. જેના કારણે અમુક ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. જ્યારે 62 ડેમમાં પાણીની ધીંગી આવક થવા પામી છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ મોટાભાગના જળાશયોમાં પાણીની આવક ચાલુ છે. રાજકોટ જળ જરૂરીયાત સંતોષતા આજી-1 અને ન્યારી-1 સહિતના તમામ જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે.

Dem Rain Monsoon

સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાનો મોજ ડેમ આજી-2 ડેમ, આજી-3, વેરી તળાવ, મોતીસર, ખોડાપીપર ડેમ 100 ટકા ભરાઈ જવા પામ્યા છે. પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસે આવેલ ખોડાપીપર ડેમ ઓવરફલો થવાના કારણે ડેમનો એક દરવાજો 2 ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે. હાલ ડેમમાં પ્રતિ સેક્ધડ 1023 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત ગોંડલ પંથકમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ પાસે આવેલો મોતીસર ડેમ પણ ઓવરફલો થઈ ગયો છે.

ડેમમાં 932 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. પાટીયાળી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવી છે. રાજકોટનો આજી-2 ડેમ સતત ત્રીજી વખત ઓવરફલો થવાના કારણે ડેમના 4 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જ્યારે ગોંડલમાં પડેલા અનરાધાર વરસાદના કારણે વેરી તળાવ 9 ઈંચથી ઓવરફલો થઈ રહ્યો છે. આજે ગોંડલ, કંટોલીયા, વોરા કોટડા સહિતના ગામોના નાગરિકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે સુચના આપવામાં આવી છે. ડેમમાં હાલ 20 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Rain Monsoon 5

આ ઉપરાત પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસે આવેલ આજી-3 પણ ઓવરફલો થઈ જતાં ખજુરડી, થોરીયાડી, મોટા ખીચડીયા, ટંકારા, જોડીયા, બોડકા, જસાપર, મેઘપર, પીઠડ, ટીંબડી, મોડપર, ધરમપુર, સગાડીયા, દેડકદડ સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાના ફુલજર-1, સપડા, કંકાવટી, વાડીસંગ, ફૂલજર, રૂપારેલ અને ઉમિયા સાગર ડેમ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ-1, કાબરકા જ્યારે પોરબંદર જિલ્લાનો સોરઠી ડેમ ઓવરફલો થઈ ગયો છે. કુલ 16 ડેમ છલકાઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

Rain Monsoon 4

રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણીની આવક

ન્યારી-1માં 5 ફૂટ, ન્યારી-2માં 4.59 ફૂટ, આજી-1 અને લાલપરીમાં અડધો ફૂટ જ્યારે ભાદરમાં પાણીની સામાન્ય આવક

ગઈકાલ સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે. આ ઉપરાંત રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હસ્તકના 35 ડેમમાં પાણીની આવક થઈ છે. ભાદરમાં 0.03 ફૂટ, ફોફળમાં 0.31 ફૂટ, વેણુમાં 0.20 ફૂટ, આજી-1માં 0.49 ફૂટ, આજી-3માં 4.30 ફૂટ, સુરવોમાં 0.98 ફૂટ, ગોંડલીમાં 1.31 ફૂટ, વાછપરીમાં 1.71 ફૂટ, ન્યારી-1માં 2.62 ફૂટ, ન્યારી-2માં 4.59 ફૂટ, મોતીસરમાં 2.95 ફૂટ, ખોડાપીપરમાં 5.58 ફૂટ, લાલપરીમાં 0.49 ફૂટ, છાપરવાડી-1માં 1.15 ફૂટ, છાપરવાડી-2માં 6.56 ફૂટ, ઈશ્ર્વરીયામાં 0.49 ફૂટ, ભાદર-2માં 1.15 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-1માં 0.20 ફૂટ, ડેમી-1માં 0.59 ફૂટ, ડેમી-2માં 0.49 ફૂટ, બંગાવડીમાં 4.59 ફૂટ,

Rain Monsoon 7 બ્રાહ્મણીમાં 0.59 ફૂટ, ડેમી-3માં 0.82 ફૂટ, જામનગર જિલ્લાના પન્ના ડેમમાં 0.75 ફૂટ, ફુલઝર-1માં 2.85 ફૂટ, સપડામાં 12.76 ફૂટ, ફૂલઝર-2માં 12 ફૂટ, વિઝખડીમાં 7.71 ફૂટ, ફોફળ-2માં 3.18 ફૂટ, ઉંડ-3માં 3.18 ફૂટ, આજી-4માં 1.25 ફૂટ, ઉંડ-1માં 1.90 ફૂટ, કંકાવટીમાં 11.45 ફૂટ, ઉંડ-2માં 8.69 ફૂટ, વાડીસગમાં 3 ફૂટ, ફૂલઝર (કોબા)માં 0.95 ફૂટ, રૂપારેલમાં 4.27 ફૂટ, ઉમિયા સાગરમાં 5.91 ફૂટ, દ્વારકા જિલ્લાના ધી ડેમમાં 1.54 ફૂટ, વર્તુ-1માં 0.85 ફૂટ, વર્તુ-2માં 5.58 ફૂટ, સોનમતીમાં 8.89 ફૂટ, સેઢા ભાડથરીમાં 4.27 ફૂટ, વેરાળીમાં 4.10 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવામાં 1.31 ફૂટ, વઢવાણ ભોગાવો-2માં 0.39 ફૂટ, ફલકુમાં 0.33 ફૂટ,

ત્રીવેણી ઠાગામાં 0.82 ફૂટ, લીંબડી ભોગાવો-2માં 0.16 ફૂટ અને પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં 0.95 ફૂટ પાણીની આવક થવા પામી છે. કુલ 35 ડેમમાં સવારથી પાણીની ધોધમાર આવક થઈ રહી છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ જળાશયોમાં પાણીની ધીંગી આવક ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.