Abtak Media Google News

સંસદના આગામી સત્રમાં વિવાદાસ્પદ બિલ મુદે ચર્ચા થશે…

સંસદના આગામી સત્રમાં પ્રાઈવેટ મેમ્બર દ્વારા સૂચિત સ્કૂલોમાં ભગવદ ગીતાના પાઠ ફરજીયાત બનાવતું બિલ પસાર કરવામાં આવશે જે કોઈ સ્કૂલો આ નિયમ ના અનુસરે તેમને સતાવાર રીતે અપ્રમાણિત જાહેર કરવામાં આવે એવું પણ આ બિલમાં સૂચન કરાયું છે. આ બિલ ભાજપના જ સંસદ સભ્ય રમેશ બિધુરી દ્વારા લાવવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતુ કે આ બિલ લાવવાનો હેતુ આગામી પેઢીને ભગવત ગીતાનું જ્ઞાન આપવાનો છે. યુવાનોને સારા નાગરિક બનાવવા તેમજ તેમનું વ્યકિતત્વ નિખારવા આ બિલ તૈયાર કરાયું છે.

આ બિલ કમ્પલસરી ટીચિંગ ઓફ ભગવત ગીતા એઝ એ મોરલ એજયુકેશન ટેકસ બુક ઈન એજયુકેશન બિલ ૨૦૧૬ એવું નામ અપાયું છે. આ બિલમાં ગીતાને નૈતિક શિક્ષણ માટે ફરજીયાત ગણવામાં આવી છે. જો કે આ નિયમ લઘુમતી સ્કુલોને લાગુ નહી પડે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.