Abtak Media Google News

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ટીમ ઇન્ડિયા ના ખેલાડીઓ પણ લગ્નગ્રંથિમાં બંધાઈ રહ્યા છે હજુ થોડા દિવસ પહેલા જ કે રાહુલે આથીયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા ત્યારે ટીમ ઇન્ડિયાના વધુ એક ખેલાડી અક્ષર પટેલ ગુરુવારે લગ્નગ્રંથિમાં બંધાયા હતા. અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા.
Image

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર પોતાના લગ્નના કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝનો ભાગ નહોતો. જોકે અક્ષરે તેમના લગ્નના કોઈપણ ફોટા અથવા વિડિયો શેર કર્યા નથી, ટ્વિટર પર ઘણા ચાહકોએ તેમના યાદગાર દિવસની કેટલીક તસવીરો શેર કરી છે.

https://twitter.com/i/status/1618656561630711808

મેહા અને અક્ષર લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાની ચર્ચા હતી. બન્નેએ 20 જાન્યુઆરીના રોજ સગાઈ કરી હતી ત્યારે જ મેહા પટેલનો જન્મદિવસ પણ હતો. અક્ષર પતિની અર્ધાંગીની મેહા પટેલ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. મેહા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તે લોકો સાથે ડાયટ પ્લાન શેર કરતી રહે છે. તે લોકો સાથે ડાયટ સંબંધિત માહિતી શેર કરે છે તો ચાલો જાણીએ વિગતવાર કોણ છે આ મેહા જેણે અક્ષર પટેલ સાથે લીધા સાત જન્મના વજન

https://twitter.com/i/status/1618658880019664896

કોણ છે મેહા પટેલ ??

મેહા અને અક્ષરની સગાઈ એક વર્ષ અગાઉ થઈ હતી.

અક્ષર પટેલને ક્લીન બોલ્ડ કરનાર મેહા પટેલ એક ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. મેહા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તે લોકો સાથે ડાયટ પ્લાન શેર કરતી રહે છે. તે લોકો સાથે ડાયટ સંબંધિત માહિતી શેર કરે છે. મેહા સાથે એક વર્ષ સુધી સગાઈ રાખનાર અક્ષરે સાત ફેરા લઈને લગ્નના બંધને બંધાયો છે. અક્ષરની પત્ની બની ચૂકેલી મેહા સોશિયલ મીડિયામાં રિલ્સ મૂકીને ચકોના દિલ પર જાદુ કરે છે.  તેની ઈન્સ્ટાગ્રામ પર 268 પોસ્ટ છે. તેના 28.8K ફોલોઅર્સ પણ છે, સાથે તેને 168 લોકો ફોલો પણ કરે છે.

અક્ષરની સાથે મેહા ઘણા સમયથી ડેટ કરી રહી હતી.

લાંબા સમયથી મેહા અને અક્ષર એક બીજાને ડેટ કરતા હતા. મેહાએ અક્ષરના નામનું ટેટુ પણ કરાવેલું છે. ત્યારે ૨૬ જાન્યુઆરી ૨૦૨૨માં બન્નેએ સગાઇ કરી હતી. સગાઈમાં સાથી મિત્રોને પણ ઉપસ્થિત રહ્યા હતા. જયદેવ ઉનડકટે મહેંદી સેરેમનીના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યાં હતાં. જેમાં મેહા અને અક્ષર પટેલ લગ્ના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. 26 માર્ચના રોજ જન્મેલી મેહાના જીવનમાં 26નો અંક લકી હોય તેમ 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.