Abtak Media Google News

મારી નાખવાની ધમકી બાદ સલમાન ખાને મોંઘીદાટ બુલેટપ્રુફ ગાડી ખરીદી

બૉલીવુડના મેગા-સ્ટાર સલમાન ખાનને જાનથી મારવાની સતત ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓને કારણે તેને એક આકર્ષક સફેદ બુલેટ-પ્રૂફ એસયુવી ગાડી ખરીદી છે જેને તે શહેરમાં ચલાવે છે, એવી સલમાન ખાનના નજીકના સૂત્રોએ આ માહિતી આપી હતી. સલમાન ખાનને પહેલેથી જ વાય-પ્લસ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે, પરંતુ જોખમ ન લેતા તેણે પોતાના માટે નિસાન પેટ્રોલ એસયુવી આયાત કરી છે. આ ગાડી બખ્તરબંધ અને બુલેટપ્રૂફ કાચ ધરાવે છે.

છેલ્લા કેટલાક મહિનાથી તેમને અને તેના પિતા અને બોલિવૂડના પ્રખ્યાત લેખક સલીમ ખાનને માફિયા ડોન લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. બિશ્નોઈએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે. સતત મળી રહેલી ધમકીઓને કારણે અભિનેતા અને તેના પરિવાર માટે સુરક્ષા કવચ થોડા અઠવાડિયા પહેલા લંબાવવામાં આવ્યું હતું. સલમાન ખાનની ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’ આ મહિનાના અંતમાં ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રિલીઝ થશે. તેની પાસે ‘ટાઈગર 3’ અને પછી ‘ટાઈગર Vs પઠાણ’ છે, જેમાં તે શાહરૂખ ખાન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.

આ બુલેટપ્રૂફ કાર સલમાન ખાનના કાફલામાં સામેલ થઈ ગઈ છે. સલમાન ખાને આ કાર વિદેશથી આયાત કરી છે. જાપાની ઉત્પાદક આ SUV કાર બનાવે છે, પરંતુ કંપની ભારતમાં આ કાર વેચતી નથી. આ કાર પૂર્વ એશિયાના દેશો અને ગલ્ફ દેશોમાં સૌથી વધુ વેચાય છે. જ્યારે હવે સલમાને આ મોંઘી કારને પોતાની સુરક્ષામાં મૂકી દીધી છે. અત્યાર સુધી સલમાન ખાન પાસે ટોયોટોની લેન્ડ ક્રુઝર ગાડી હતી જે પણ બુલેટ પ્રુફ ગ્લાસથી શુસજ્જ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.