Abtak Media Google News

કુલ ત્રણ તબકકામાં લેવાશે પરીક્ષા, પ્રથમ તબકકામાં ત્રણ સેશનમાં ૬૮ કેન્દ્ર ઉપર ૨૦૨૪૯ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વછારા તા. ૧૪-૧ર સોમવારથી પ્રથમ તબકકાની પરીક્ષા‚પે સ્નાતક કક્ષાની સેમ-પ ની બી.એ. બી.એ. (હોમ સાયન્સ) બી.કોમ, બી.બી.એ., બી.એસ.ી. બી.એસ.સી. (આઇ.ટી.) બી.એસ.સી. (ફોરેન્સીક સાયન્સ) બે.એસ.સી. (હોમ સાયન્સ) બી.સી.એ., બી.એસ.ડબલ્યુ બી.આર.એસ., અને એલ.એલ. બી. કોર્મની પરીક્ષા પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં ચાર જીલ્લાના કુલ ૬૮ કેન્દ્રો પર ૨૦૨૪૯ વિઘાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમ્યાન કોરોના સામેની તકેદારી રુપે માસ્ક પહેરવું, સેનીટાઇઝરનો ઉપયોગ, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહીતના નિયમોનું ચુસ્તપણે પાલન કરાશે તેવું ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કુલપતિશ્રી  પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું. કોરોાના સામેની તકેદારી રુપે રોજ અલગ અલગ ત્રણ સેસનમાં પરીક્ષા લેવામાં આવશે.

પ્રથમ તબકકા પછી સ્નાતક કક્ષાની સેમ-૩ ની બીજા તબકકાની પરીક્ષાનો પ્રારંભ તા. ર૪-૧ર થી થશે જેમા કુલ ૩૦૦૪૮ વિઘાર્થીઓ પરીક્ષા આપશે. ત્રીજા અને છેલ્લા તબકકાની અનુસ્નાતક કક્ષાની સેમ-૩ની પરીક્ષાનો પ્રારંભ તા. ર૯-૧૨ થી થશે. જેમાં કુલ ૪૧૬૮ વિઘાર્થી આપશે. આમ ત્રણેય તબકકામાં કુલ ૫૪૪૬૫ વિઘાર્થીઓ પરીક્ષા  આપનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.