Abtak Media Google News

Table of Contents

રાણા દગુબટ્ટીના વાઇરલ થયેલા વિડિયોમાં તે કહેતો જોવા મળે છે કે હું જમણી આંખે જોઈ નથી શકતોબાહુબલી’ અને ‘બાહુબલી ૨’માં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર રાણા દગુબટ્ટી તેની એક જ આંખે જોઈ શકે છે. રાણા દગુબટ્ટીએ ૨૦૧૦માં આવેલી તેલુગુ ફિલ્મ ‘લીડર’ દ્વારા તેની ફિલ્મી કરીઅરની શરૂઆત કરી હતી. તેની ફિલ્મ હાલમાં બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે તેનો એક વિડિયો હાલમાં વાઇરલ થયો છે. આ વિડિયો ૨૦૧૬ના એક શોનો છે જેમાં રાણા દગુબટ્ટીએ તેની આંખ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘હું મારી જમણી આંખથી જોઈ નથી શકતો. મને ફક્ત ડાબી આંખથી જ દેખાય છે. તમે મારી જમણી આંખે જે જોઈ રહ્યા છો એ મને એક વ્યક્તિના મૃત્યુ બાદ ડોનેટ કરવામાં આવી હતી. જો હું મારી ડાબી આંખ બંધ કરું તો મને કંઈ દેખાતું નથી.’

બૉલીવુડની સારી ઑફર મળી તો ફિલ્મ કરવા તૈયાર પ્રભાસ

‘બાહુબલી’ અને ‘બાહુબલી ૨’ દ્વારા ભારતભરમાં જાણીતો બનેલો સાઉથનો ઍૅક્ટર પ્રભાસ હવે તેની આગામી બે તેલુગુ ફિલ્મો પર ધ્યાન આપી રહ્યો છે અને તે હવે હિન્દી ફિલ્મમાં કામ કરવા પણ તૈયાર છે. આ વિશે પ્રભાસ કહે છે, ‘હું હવે આગામી બે તેલુગુ ફિલ્મોની તૈયારી કરી રહ્યો છું. બની શકે કે હું આ બન્ને ફિલ્મનું શૂટિંગ એકસાથે કરું. એક ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ કરી દેવામાં આવશે અને મારી પ્રાયોરિટી પહેલાં એ બે ફિલ્મો પૂરી કરવાની છે. ત્યાર બાદ મને જો કોઈ સારી હિન્દી ફિલ્મની ઑફર મળી તો હું એ કરીશ.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.