Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર દ્વારા શહેરનાં માધાપર ચોકડી ખાતે ઓવરબ્રીજ બનાવવાના નિર્ણયને આવકારતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન અને લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને અભિનંદન આપતા જણાવ્યું હતુ કે ગુજરાત સરકારે વિકાસમાં દેશમા નવી ઉંચાઈઓ સર કરી રહી છે.

ત્યારે વધતી જતી ટ્રાફીક સમસ્યાઓને ધ્યાનમાં લઈ રાજય સરકાર દ્વારા ગુજરાતભરમાં ઓવરબ્રીજ, અંડરબ્રીજ,ફલાયઓવર કરોડોના ખર્ચે નિર્માણ કરી રહી છે. ત્યારે રાજકોટની ભાગોળે આવેલ માધાપર ચોકડી ખાતે દિવસને દિવસે ટ્રાફીક સમસ્યાઓ વધતી જતી સમસ્યાઓને ધ્યાનમાં લઈ માધાપર ચોકડી ખાતે રૂ૬૦ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય કરેલ છે.

ત્યારે આ નિર્ણયથી માધાપર ચોકડી ખાતે પસાર થતા અમદાવાદ કચ્છ , જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી તરફ અવર જવર કરતા લોકોને ટ્રાફીક સમસ્યાઓમાંથી મુકિત મળશે. અને આના કારણે રાજકોટના વેપાર ઉદ્યોગને પણ વેગ મળશે. આ નિર્ણયથી રાજય સરકાર ખરા અર્થમાં નિર્ણાયક સરકાર તરીકે પ્રસ્થાપિત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.