શહેર ભાજપના નવનિયુકત હોદ્દેદારોની પ્રથમ બેઠકમાં માર્ગદર્શન આપતા ભંડેરી, મિરાણી, પટેલ

આવનારી મહાનગર પાલિકાની ચૂંટણીમાં સંગઠન સુદ્રઢ બને તથા તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલે તે દિશામાં પ્રયત્નો કરવા ગોવિંદભાઇ પટેલની હાંકલ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીનાં અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત શહે2 ભાજપનાં હોદેદા2ોની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં નવનિયુક્ત હોદેદા2ોને આવકારી અને અભિનંદન પાઠવાયા હતા. આ તકે ધનસુખભાઈ, કમલેશભાઈ અને ગોવિંદભાઈ જણાવ્યું હતુ કે આગામી સમયમાં આવી રહેલ મહાનગરપાલિકાની ચુંટણીમાં શહેરનું સંગઠન સુઢ બને અને મહાનગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલે તે દિશામાં પ્રયત્નો કરવા જણાવેલ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં માર્ગદર્શન મુજબ આગામી દિવસોમાં પેજ કમિટી બુથવાઈઝ તૈયા2 કરવા, તેમજ તમામ બુથમાં સંગઠન મજબૂત બને તે માટે લોક સંપર્ક કરવા જણાવ્યુ હતું. આ ઉપ2ાંત નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્ર્ર સરકાર તેમજ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજય સરકાર દ્વા2ા વિવિધ લોકકલ્યાણ તેમજ લોકહિતકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તા વાહક બને તે દિશામાં કામ કરવા અંગે માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. આ પ્રથમ મિટીંગમાં ધારાસભ્ય અ2વિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા ભાનુબેન બાબરીયા, ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, કેતન પટેલ, પ્રદિપ ડવ, મહેશ રાઠોડ, કંચનબેન સિધ્ધપુરા, પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયા, મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, મંત્રી વિક્રમ પુજારા, દિવ્યરાજસિંહ ગોહીલ માધવ દવે, ડો. દર્શીતાબેન શાહ, રસીલાબેન સાકરીયા, જયોત્સનાબેન હળવદીયા, ડો. ઉન્નતીબેન ચાવડા, શહે2 ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ સહીતના ઉપસ્થિત રહયા હતા.