Abtak Media Google News

આ નિર્ણયથી ખેડૂતો સહિત તમામ કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ થશે: પ્રદેશ ભાજપ પ્રવકતા

ભાજપા પ્રદેશ પ્રવક્તા  ભરત પંડ્યાએ રાજ્યમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની પ્રવૃતિને ડામવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં  રાજ્યની કેબિનેટ દ્વારા ’ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહીબિશન) એકટ-૨૦૨૦’ને મંજૂરી આપવાના નિર્ણયને આવકારતા અને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતો સહિત તમામ કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ થશે, કડક સજાની જોગવાઈથી ભૂમાફિયાઓ અંકુશમાં આવશે.

પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત ભારત સહિત વિશ્વભરના રોકાણકારો માટે ગુજરાત ’બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ’ અને’લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ બની રહ્યું છે ત્યારે ગુજરાતના સર્વાંગી વિકાસ યાત્રામાં ’ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહીબિશન) એકટ-૨૦૨૦’નવું બળ પૂરૂ પડશે. ગુજરાત ભાજપા સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ અટકાવવા સંકલ્પબદ્ધ છે. તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલને અભિનંદન આવ્યા હતા.

પંડયાએ જણાવ્યું હતું કે, આજે ભારત સરકારના નીતિ આયોગે (નિકાસ તૈયારી સૂચકઆંક)માં ગુજરાતને નંબર ૧ જાહેર કર્યું છે.

કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા (નિકાસ તૈયારી સૂચકઆંક)માં ગુજરાત નંબર ૧ જાહેર થવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.