Abtak Media Google News

કિનારા બચાવો બોટ અભિયાનની શ‚આત સમયે બાપુની ગેરહાજરી નજરે ચડી: ભાજપના ૧૫૦ બેઠકોના લક્ષ્યાંક સામે કોંગ્રેસને ૧૯૮૪ની લહેરની આશા

આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યું છે. ત્યારે ભાજપના આ લક્ષ્યાંકની સામે કોંગ્રેસ ૧૯૮૪ની લહેર જોઈ રહ્યું છે. માધવસિંહ સોલંકીએ આ સમયગાળામાં ખામ ીયરી વાપરીને કોંગ્રેસને આગળ લાવ્યું હતું ત્યારે ભરતસિંહ સોલંકીનું પણ આ સ્વપ્ન છે કે વિશ્ર્વાસ તેમ ૨૦૧૭માં ૧૯૮૪ જેવી જ લહેર જોવા મળશે તેવો આશાવાદ દર્શાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોંગ્રેસને સમયાંતરે ટેકો મળ્યો છે. જેમાં ઈન્દિરા ગાંધીને પરાજય બાદ કોઈ સ્વીકારી રહ્યું ન હતું પરંતુ જામનગરી તેમને પ્રમ વખત આવકાર મળ્યો હતો. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં નવાજૂની શે તેવું કોંગ્રેસ દ્વારા હાલ કહેવામાં આવી રહ્યું છે અને ભાજપના ૧૫૦ બેઠકોના લક્ષ્યાંક સામે ૧૯૮૪ની લહેર ૨૦૧૭માં પણ જોવા મળશે તેવી આશા બતાવવામાં આવી છે.

માંડવીના કિનારા બચાવો અભિયાન અને બોટ યાત્રાનો પ્રારંભ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં ખેડૂતો, સાગર ખેડૂ, માછીમારી વ્યવસાય સો સંકળાયેલા તમામ લોકો માટે વિવિધ અને લાભદાયી યોજનાઓ આપવામાં આવતી હતી પરંતુ કોંગ્રેસની સરકારનો પરાજય તા આ તમામ લાભો મળતા બંધ યા છે ત્યારે હવે ભાજપ સરકારની નીતિ ખુલી પડી ગઈ હોવાી ફરીી ગુજરાતમાં કોંગ્રેસની લહેર જોવા મળશે તેવો વિશ્ર્વાસ છે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા કચ્છના માંડવી બંદર ખાતેી કિનારા બચાવો અભિયાનની શ‚આત કરવામાં આવી હતી જેમાં ભરતસિંહ સોલંકીએ સાગરખેડૂ જનસભાને સંબોધી હતી. આ સંબોધનમાં ટૂરીઝમી લઈને પાકિસ્તાન મરીન એજન્સીઓના હામાં રહેલી ૯૮૦ જેટલી ભારતીય બોટ, પાકિસ્તાનની જેલમાં સબડતા ૪૫૦ જેટલા માછીમારો, વગેરે બાબતે ભાજપ સરકાર ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગૌચર દરિયાઈ સુરક્ષા, દરિયાઈ પ્રદુષણ વગેરે પ્રશ્ર્નોનો પણ સમાવેશ કર્યો હતો.

જો કે, આ કાર્યક્રમમાં શંકરસિંહના પારોઠના પગલા જોવા મળ્યા હતા અને તેઓ અગાઉના કાર્યક્રમોની જેમ જ હાજર રહ્યાં ન હતા. ત્યારે હવે શંકરસિંહની વિવિધ કાર્યક્રમોમાં ગેરહાજરી કોંગ્રેસને કેટલા અંશે મળશે તે જોવાનું રહ્યું. કોંગ્રેસના આંતરીક વિખ્વાદમાં શું ફરી એક વખત વિધાનસભાની ચૂંટણીમાં નકારાત્મક અસર શે કે કેમ તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે ત્યારે ૧૯૮૪ની સાલમાં ખામ ીયરી અપનાવી કોંગ્રેસે જે લહેર શ‚ કરી હતી તેવી લહેર ૨૦૧૭માં પણ જોવા મળે તે એક સ્વપ્ન રહેશે કે વિશ્ર્વાસ છે તે પણ જોવાનું રહ્યું.

માંડવીથી શ‚ થયેલી કોંગ્રેસની આ યાત્રાનું ૧૨મી મેના ઉમરગામમાં સમાપન થવાનું છે જેમાં અહેમદ પટેલ સભાને સંબોધન કરશે. માંડવીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.