મહામંત્રી ચાવડાની રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી, પડધરી, રામાણીની ગોંડલ, જસદણ, વિંછીયા, ચાંગેલાની ઉપલેટા, ધોરાજી, જેતપુર, ભાયાવદર, જામકંડોરણાના ઝોન પ્રભારી તરીકે વરણી

રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોનીએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે ચર્ચા-વિમર્શ કરીને ભારતીય જનતા પાર્ટી રાજકોટ જીલ્લાના ઝોન પ્રભારી અને મંડલના પ્રભારીઓની વરણી કરવામાં આવેલ છે.

જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડાની રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી, પડધરી, જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણીની ગોંડલ શહેર તથા તાલુકો, જસદણ શહેર તથા તાલુકો, વિછીયા, જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલાની ઉપલેટા શહેર તથા તાલુકો, ધોરાજી શહેર તથા તાલુકો, જેતપુર શહેર તથા તાલુકો, ભાયાવદર શહેર, જામકંડોરણા તાલુકના ઝોન પ્રભારી તરીકે વરણી કરવામાં આવેલ છે.

રાજકોટ જીલ્લાના મંડલના પ્રભારી તરીકે ઉપલેટા શહેરના પ્રભારી કિશોરભાઈ શાહ, ઉપલેટા તાલુકાના પ્રભારી બાવનજીભાઈ મેતલિયા, ધોરાજી શહેરના પ્રભારી  રાજશીભાઇ હુંબલ, ધોરાજી તાલુકાના પ્રભારી સુભાષભાઈ બાંભરોલીયા, ભાયાવદર શહેરના પ્રભારી નરશીભાઈ મૂંગલપરા તથા સહ-પ્રભારી મંજુલાબેન માંકડિયા, જામકંડોરણા તાલુકાના પ્રભારી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, જેતપુર શહેરના પ્રભારી હરસુખભાઈ ટોપિયા, જેતપુર તાલુકાના પ્રભારી ગોવિંદભાઈ રાણપરીયા, ગોંડલ શહેરના પ્રભારી રીનાબેન ભોજાણી તથા સહ-પ્રભારી ભાસ્કરભાઈ જશાણી, ગોંડલ તાલુકાના પ્રભારી અલ્પેશભાઈ ઢોલરીયા, કોટડાસાંગાણી તાલુકાના પ્રભારી  નિતીનભાઈ ઢાંકેચા, લોધિકા તાલુકાના પ્રભારી તળશીભાઈ તાલપરા, રાજકોટ તાલુકાના પ્રભારી મોહનભાઈ દાફડા, પડધરી તાલુકાના પ્રભારી પ્રાગજીભાઈ કાકડિયા, જસદણ શહેરના પ્રભારી રમાબેન મકવાણા તથા સહ-પ્રભારી જીગ્નેશભાઈ હીરપરા, જસદણ તાલુકાના પ્રભારી હરેશભાઈ હેરભા તથા સહ-પ્રભારી  રમેશભાઈ સાકરીયા, વિછીયા તાલુકાના પ્રભારી ખોડાભાઈ ખસીયાની મંડલના પ્રભારી તરીકે વરણી કરવામાં આવેલ છે.

સાંસદો મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટ મંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, ધારાસભ્યો ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત પ્રભારીઓને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.