Abtak Media Google News

વારંવાર જ્યારે આગની દુર્ઘટના બનતી હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવી છે. દહેજ ઔધોગિક વસાહતને ધણધણાવતી ભારત રસાયણ કંપનીમાં મેજર બ્લાસ્ટ અને આગની હોનારતમાં ઘવાયેલા કુલ 36 કામદારો પૈકી 2 કામદારોએ જીવ ગુમાવ્યા છે. ઘટના બોઇલર બ્લાસ્ટને પગલે નહિ પણ સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડના ઉત્પાદન વેળા રીએક્ટરમાં સર્જાયેલી ક્ષતિથી બની હોવાની વિગતો હાલ બહાર આવી રહી છે.

કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં હાલ 25થી વધુ કામદારોને ઈજાઓ થઈ હોવાના અહેવાલ છે.સારવાર દરમયાન 2 ના મોત થયા. અને 17 કામદાર હજુ સારવાર હેઠળ છે।બનાવની જાણ થતાં ઈન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, જીપીસીબી, પોલીસ અને મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ભારત રસાયણ કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં ઇજાગ્રસ્તો માં 2 વ્યક્તિ ના મૃત્યુ થતાં તેમના પરિવારને કંપની દ્વારા રૂ. 15 લાખનું વળતર આપવાની હાલ જાહેરાત કરી છે. સાથે જ તમામ ઇજાગ્રસ્તોનો પગાર ચાલુ રાખી તમામ ખર્ચ પણ કંપનીએ વહન કરવાની જાહેરાત કરી છે. વહીવટી તત્ર દ્વારા હાલતો કંપની સામે પ્રોહીબીટરી ઓર્ડર એટલે કે કારખાનું બંધ કરવી ઉત્પાદન પ્રક્રિયા ઉપર પ્રતિબંધ લગાવી ઇજાગ્રસ્તોના નિવેદનો સાથે તપાસ ચલાવાઇ રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.