ભરૂચ: કાંકરિયા ગામમાં નોટોના પ્રલોભનથી ધર્માંતરણ કરાવતાં ૯ લોકો ઝડપાયા!!

અબતક, ભરૂચ

ભરૂચના આમોદના કાંકરિયામાં વસતા હિન્દુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનો પર્દાફાશ થયો છે. ધર્માંતરણ માટે વિદેશથી આવેલા ફંડનો પણ દુરુપયોગ થયાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે એક મોલવી સહિત કુલ ૯ લોકો સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ અને આઈપીસીની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામેથી થયો છે. જ્યાં ૩૭ આદિવાસી પરિવારના ૧૦૦ થી વધુ લોકોનું લોભ લાલચ આપી હિન્દુમાંથી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવાયું છે.

ભરૂચના કાંકરિયા ગામમાં ૩૭ હિન્દુ પરિવારોના ૧૦૦ લોકોને લાલચ આપી
ધર્મપરિવર્તન કરાવાયું:મૌલવી સહિત ૯ વ્યકિત સામે ગુનો નોંધાયો

હિન્દુ આદિવાસી લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ ધર્માંતરણ કરાયું હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના આ ગુનાહિત કાવત્રામાં ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવવાનું બિડુ ઝડપી , કાંકરીયા ગામના વસાવા હિન્દુ લોકોના ૩૭ જેટલા કુટુંબોના ૧૦૦ થી વધારે લોકોને લોભ – લાલચ આપી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાની અસામાજીક પ્રવૃતિ ચલાવતા હતા.

અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલે વિદેશમાંથી ફંડ ઉભુ કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવામાં ઉપયોગ કરેલ છે. આ નાણા તેઓએ કાંકરિયા ગામના હિન્દુ વસાવા ભાઇ – બહેનોને મુસ્લિમ બનાવવા તેમજ હિન્દુ ધર્મ વિરૂધ્ધ નફરતના ભાવ પેદા કરી કાંકરિયાના ગરીબ વસાવા ભાઇ – બહેનોને મુસ્લિમ બનાવવા આર્થિક સહાય કરવાની લાલચ આપી ધર્મ પરીવર્તન કરાવેલ છે.

કાંકરીયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ આપતા આ બાબતે પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને ધર્મ પરિવર્તન કરાવવા માટેના સરકારના નિયમો જોતા તેનુ પાલન થયેલ ન હોવાનુ જણાઈ આવ્યું હતું. કાંકરીયા ગામના જાગૃત નાગરિકની ફરીયાદ આધારે હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમા સહાય કરતા મુસ્લિમ કટ્ટરવાદી ૯ લોકોની સિન્ડિકેટ વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ -૪ તથા ઇ.પી.કો. કલમ -૧૨૦( બી ) , ૧૫૩ બી( સી ) , ૫૦૬ ( ૨ ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં પોલીસે શબ્બીર બેકરીવાલા, સમજ બેકરીવાલા, અબ્દુલ અઝીઝ પટેલ, ​​​​​​​યુસુફ જીવણ પટેલ, ​​​​​​​ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહીમ પુના પટેલ, ​​​​​​​ફેફડાવાલા હાજી અબ્દુલ્લા, ​​​​​​​હશન ટીસલી અને ​​​​​​​ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા ( મૌલવી ) વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.