ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુ-શાસનના 23 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘વિકાસ સપ્તાહ’ઉજવાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં થયેલ 23 વર્ષની વિકાસ ગાથા અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાકૃતિક ખેતીની બદલાતી તાસીર અંગે કૃષિ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર રચિત ‘પરિવર્તન નેતૃત્વ અને સુશાસન’ પુસ્તકના રચયિતા ડૉ.સુનિલ ભટ્ટ સાથે વિચાર વિમર્શ અને ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

તે સાથે સાથે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે વિવિધ ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં આવેલા પરિવર્તનોની તાસીર રજૂ કરી હતી. ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની વિકાસ ગાથા અંગે ચર્ચા વિચારણા માટે કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ કલેક્ટર હાઉસ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે ટોક શો યોજાયો હતો. 23 વર્ષમાં થયેલા વિકાસ અંગે પણ છણાવટ કરી આવેલા આમૂલ પરિવર્તનો અંગે ઉંડાણપૂર્વક જાણકારી આપી જીવનના અનુભવોના દષ્ટાંતો આપી જાણકારી આપી હતી. ઈન્ફાક્ટચર, પરિવહન, આરોગ્ય, વગેર ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન સહિતના વિષયો મુદ્દે સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

03 17

કલેકટર તુષાર સુમેરાએ ભરૂચના આંખે ઉડીને વળગે તેવા વિવિધ પ્રકલ્પો વિષે વાત કરી હતી. રોડ કનેક્ટિવિટ, ઉદ્યોગો માટે નવી પહેલ, પ્રવાસન ક્ષેત્રે થયેલા કાર્યો અને ભવિષ્યની સંભાવનાઓ પર રાજ્ય સરકાર કામ કરી રહી છે. ભરૂચ સર્વસમાવેશી વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. રેલ, રોડ અને હવાઇ કનેક્ટિવિટી તેમજ દરિયાઈ માર્ગે વેપારની અનુકૂળતા હોવાથી ભરૂચમાં અનેક સંભાવનાઓ છે. ભરૂચ જિલ્લામાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્ક, ફેડ કોરિડોર, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ – વાઇબ્રન્ટ ભરૂચના કાર્યક્રમના સફળ સફરની પણ ચર્ચા કરી હતી.

02 23

આ સાથે ભરૂચ જિલ્લામાં અંદાજીત 1800 કરોડના ઇન્વેસ્ટમેન્ટ અંગે માહિતી આપી ભાર પૂર્વક કહ્યું કે, પુરા એક રાજ્યમાં આવી શકે તેટલા વિપુલ પ્રમાણમાં એક જ ઈવેન્ટથી મૂડીરોકાણ આપણા ભરૂચ જિલ્લામાં આવ્યું છે. ગુજરાતમાં બદલાયેલી આરોગ્ય વિભાગની તાસીર અને તેની સુવિદ્યાઓની વાત કરતાં જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રે આવેલું આમૂલ પરિવર્તન આપણે જોઈ શકીએ છે. આયુષ્માન મંદિર, આરોગ્ય કેન્દ્ર,પીએસસી, સીએચસીની સુવિધા સરકારે છેવાડાના નાગરિકો સુધી પુરી પાડી છે. કોઈ પણ છેવાડાના વિસ્તારોમાં સગર્ભા માતાની ઘર બેઠા – બેઠા હેલ્થ ચેકઅપ સહિતની જન્મ પહેલા અને બાદની તમામ સુવિધાઓ આપણી સરકાર પૂરી પાડી રહી છે.

01 17

આપણી નર્સો જ એટલી કુશળ હોય છે કે, ઇમર્જન્સી સમયે ડીલેવરી કરાવી શકવાની ક્ષમતાઓ તેઓ ધરાવે છે. આ છે હાલનું આપણું ગુજરાત ! આ પ્રસંગે તેમણે “ભારત રત્ન” એવા રતન ટાટાને યાદ કર્યાં હતાં. તેમણે કરેલી ઈનોવેટીવ કામગીરીની સફરના રોચક દષ્ટાંતો તેમની વાતમાં વણી લઈ સ્ટાર્ટ અપ પોલીસીની રૂપરેખા આપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગર્વમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલા સ્ટાર્ટઅપ વિશે પણ તેમણે વિચારો રજૂ કર્યો હતા. વધુમાં પ્રાકૃતિક ખેતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર રચિત પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન પુસ્તકના રચિયતા ડૉ. સુનિલ ભટ્ટ સાથે 23 વર્ષની વિકાસ ગાથા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરતાં તેમણે જણાવ્યું કે, ભરૂચમાં થયેલી ડિઝાસ્ટરની ઘટનાઓની તેમણે વાત કરીને રાજ્યમાં આવેલા આમુલ પરિવર્તનની દીશા બતાવતા ગુજરાતના મુખ્યમંત્રી અને હાયર ઓથોરીટી પણ ડિઝાસ્ટરની રિયલ ટાઇમ અપડેટ લઈ સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી ટીમવર્કથી ઝીરો કેઝ્યુલિટીના અભિગમથી તમામ ઘટનાઓની રિયલ ટાઇમ અપડેટ લઈ કામગીરી કરી તેની છણાવટ કરતા હોય છે. ગુજરાત સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટની રૂપરેખા ગુજરાતની પોલીસીમાંથી લઈ કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બનાવ્યો છે. આથી ગુજરાત સરકારે પણ ધણા ક્ષેત્રોમાં હંમેશા લીડ લેવાનું કાર્ય છે. વિકાસ સપ્તાહને વેગ આપવા અને નાગરિકો સુધી રાજ્યના અને ભરૂચના 23 વર્ષની વિકાસની ગાથા પહોંચાડવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને અનુરોધ તેમણે કર્યો હતો. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, નાયબ કલેક્ટર સુપ્રિયા ગાંગૂલી, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએર્ઝન્સ, એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ, એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ તેમના મેન્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.